અમિત શાહ આજે અમદાવાદમાં, ઉચ્ચસ્તરિય બેઠકમાં ડ્રગ્ઝ અને સાઈબર ક્રાઈમ સામે એક્શન પ્લાન
દિવાળીના તહેવારો માટે અમદાવાદ આવેલાં કેન્દ્રિય ગૃહમંત્રી આજે ઉચ્ચસ્તરિય બેઠકમાં હાજરી આપશે. ગુજરાતના દરિયાકાંઠેથી થતી ડ્રગ્ઝની હેરાફેરી અને સાઈબર ક્રાઈમના વધી રહેલાં કિસ્સાઓને ડામવા માટે આ બેઠકમાં એક્શન પ્લાન ઘડવામાં આવશે.
રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી ડ્રગ્ઝનું દુષણ માઝા મૂકી રહ્યું છે. એ જ રીતે સાઈબર ફ્રોડ સંબંધિત ગુનાખોરી પણ સતત વધી રહી છે. તેની સામે કાયદાના કડક અમલ માટે આજે કેન્દ્રિય ગૃહમંત્રી પરિસ્થિતિની કડક સમિક્ષા કરશે. બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ચ સચિવ મનોજકુમાર દાસ, રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિક ઉપરાંત કેન્દ્રિય સંસ્થાઓના અધિકારીઓ, ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે.