સરકારી હોસ્પિટલો સજ્જ ન થાય ત્યાં સુધી ખાનગીમાં આયુષ્માન સેવા બંધ ન કરો
- કર્મચારી સંકલન સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત, દર્દીઓના હિતમાં નિર્ણય લેવાની માંગ
ગાંધીનગર...
સરકારી હોસ્પિટલો સંપૂર્ણ સુવિધાથી સજ્જ ન થાય ત્યાં સુધી ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન ભારત-મા અમૃતમ કાર્ડ હેઠળની સારવાર બંધ ન કરવા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
નિષ્ણાત તબીબોની અછત
સમિતિના જણાવ્યા મુજબ સરકારી હોસ્પિટલોમાં કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, ઓર્થોપેડિક સહિતના નિષ્ણાત તબીબોની અછત છે. PHC-CHC કક્ષાએ પણ પૂરતી સારવાર ઉપલબ્ધ નહીં હોવાનો ખુલાસો પણ પત્રમાં કર્યો છે.
નર્સિંગ અને ટેકનિશિયન સ્ટાફની અછત
સરકારી હોસ્પિટલોમાં નર્સિંગ સ્ટાફ ઓછો હોવાથી દર્દીઓનો ભાર વધે છે. CT સ્કેન, MRI અને સોનોગ્રાફી જેવી સેવાઓ માટે પણ ટેકનિશિયનની અછત હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
દવા અને સાધનોની પણ અછત
દવાઓ, મેડિકલ કિટ, સ્ટેન્ટ, ઇમ્પ્લાન્ટ અને ઓપરેશનની જરૂરી સુવિધાઓ પૂરતી ન હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
દર્દીઓના હિતમાં નિર્ણયની માંગ
સમિતિએ માંગ કરી છે કે સરકારી હોસ્પિટલોમાં પૂરતી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન સેવા બંધ ન કરવામાં આવે તેવી માંગણી સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે