જીયો લિસ્ટિંગની શાનદાર સફળતા પછી અનંત અંબાણીએ કહ્યું, 'વડાપ્રધાન મોદીને મારા કોટિ કોટિ પ્રણામ'
- જીયો ભારતના ડિજિટલ સપનાની ધડકન છેઃ અનંત
- દેશની જનતાના આશીર્વાદ, જીયો મેરે લાલ
Jio પ્લેટફોર્મ્સના લિસ્ટીંગ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનંત અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રણામ કરતાં કહ્યું કે, વડાપ્રધાનની મહેનત સફળ થઈ રહી છે. Jio ભારતના દરેક ડિજિટલ સપનાંની ધડકન છે.
અનંત અંબાણીએ કહ્યું કે રિલાયન્સ નવા સપનાં જોવાનું જાળવી રાખશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોટી-કોટી પ્રણામ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, તેમની મહેનત સફળ થઈ રહી છે. તેમણે જિયોને દેશના ડિજિટલ સપના સાથે જોડતા કહ્યું કે તે ભારતના દરેક ડિજિટલ સપનામાં ધબકે છે.
તેમણે કહ્યું કે જિયોને સમગ્ર દેશ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા છે અને સૌએ કહ્યું- 'જિયો મેરે લાલ'. અનંત અંબાણીએ કહ્યું કે જિયો આપણા સૌને માટે એક મોટું સપનું છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે ભારત કોઈનાથી પણ પાછળ રહેશે નહીં. રિલાયન્સના સપના અને ભારતના વિકાસનો ઉલ્લેખ કરતાં અનંત અંબાણીએ કહ્યું કે તેમના દાદાએ કહ્યું હતું કે સામાન્ય ભારતીય મોટા સપના જોઈ શકે છે. લોકોની સૌથી મોટી મૂડી તેમના સપના છે. અનંત અંબાણીએ આ પ્રસંગને ગર્વ કરવાનો સમય હોવાનું કહ્યું હતું.