જીયોના લિસ્ટિંગ પછી રોકાણકારોને બખ્ખા, શેર રાખવા જોઈએ કે વેચીને રોકડી કરી લેવાય? નિષ્ણાતો કહે છે કે...
- રૂ. 1358 પર લિસ્ટિંગ થવાથી શેર દીઠ રૂ. 239નો નફો
- 12 શેરના એક લોટ દીઠ રોકાણકારો રૂ. 2868 કમાયા
જિયો પ્લેટફોર્મ્સના શેરોએ બુધવારે NSE અને BSE પર શાનદાર શરૂઆત કરી દીધી છે. કંપનીના આ મલ્ટી-બિલિયન ડૉલર IPOનું લિસ્ટિંગ અપેક્ષા મુજબ ખૂબ જ મજબૂત રહ્યું છે. IPOમાં શેર મેળવનારા રિટેલ રોકાણકારોને પ્રથમ દિવસે જ બમ્પર કમાણી થઈ છે, જેમાં માત્ર 1 લોટ (12 શેર) પર રોકાણકારોને 2,868 રૂપિયાનો ચોખ્ખો ફાયદો થયો છે.
1,358 રૂપિયા પર લિસ્ટિંગ, 1 લોટનું ગણિત
જિયો પ્લેટફોર્મ્સ દ્વારા પોતાના IPO માટે પ્રતિ શેર 1,065 રૂપિયાથી 1,119 રૂપિયાની અપર પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર કંપનીના શેર 21.36% ના તગડા પ્રીમિયમ સાથે પ્રતિ શેર 1,358 રૂપિયા પર લિસ્ટ થયા હતા. એટલે કે રોકાણકારોને દરેક શેર પર સીધો 239 રૂપિયાનો નફો મળ્યો છે.
શેર રાખવા જોઈએ કે નફો તારવી લેવાય?
શાનદાર લિસ્ટિંગ બાદ હવે શેરને રાખી મૂકવા કે વેચી દેવા તે અંગે બજારના નિષ્ણાતોનું માનવું છે કે જિયો પ્લેટફોર્મ્સ ભારતનું મોટું ડિજિટલ ઇકોસિસ્ટમ પ્લેટફોર્મ છે. ટેલિકોમ, ક્લાઉડ, ડિજિટલ સેવાઓ અને AI ક્ષેત્રે કંપનીનો ગ્રોથ અને માર્કેટ દબદબો ખૂબ જ મજબૂત છે. તેથી Long-term રોકાણકારો માટે આ શેર પોર્ટફોલિયોમાં જાળવી રાખવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. જ્યારે શોર્ટ-ટર્મ રોકાણકારો આંશિક નફો બુક કરવાની વ્યૂહરચના અપનાવી શકે છે. કેટલાંક રોકાણકારો હાલ શેર વેચીને પ્રોફિટ બૂક કરવા ધારે છે. તેમનાં મતે શેરની કિંમત થોડી નીચી આવશે તો તેઓ ફરી શેર ખરીદશે અને લાંબા સમય સુધી રાખી શુકશે.