નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના હસ્તે મનોદિવ્યાંગ દર્દીઓના દીવડાઓનું વેચાણ કર્યું
ગાંધીનગર.....
દિવાળીના પર્વને લઈને ગાંધીનગરના સેક્ટર-21 શાક માર્કેટ ખાતે મનોદિવ્યાંગ દર્દીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા દીવડાઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના હસ્તે મનોદિવ્યાંગ દર્દીઓ દ્વારા તૈયાર કરાયેલા દીવડાઓનું વેચાણ કર્યું હતું.
સેક્ટર-21 શાક માર્કેટ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દીવડાઓ ખરીદવા આવેલા નાગરિકોને જાતે દીવડાઓ વેચી દિવાળીની ઉજવણી સાથે મનોદિવ્યાંગ દર્દીઓની મહેનતને પ્રોત્સાહન આપવાનો અનોખો સંદેશ આપ્યો હતો.
હર્ષ સંઘવીએ મનોદિવ્યાંગ દર્દીઓ દ્વારા તૈયાર કરાયેલા દીવડાઓના વેચાણમાં સહભાગી બની તેમની કળા, મહેનત અને સ્વાવલંબનને પ્રોત્સાહિત કર્યું હતું. આ પહેલ થકી સમાજમાં સમાનતા, સંવેદના અને આત્મનિર્ભરતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકો પણ મનોદિવ્યાંગ દર્દીઓ દ્વારા તૈયાર કરાયેલા દીવડાઓની ખરીદી કરીને તેમની મહેનતને પ્રોત્સાહન આપે તેવો સંદેશ આ પ્રસંગે આપવામાં આવ્યો હતો.