મુખ્યમંત્રી કાર્યલય બોમ્બથી ઊડાવી દેવાની ધમકીથી ફફડાટ, ખાલિસ્તાન આર્મીના નામે મેઈલ મળ્યો
શાળાઓ પછી હવે મુખ્યમંત્રી કાર્યાલયને પણ ફૂંકી મારવાની ધમકી મળવા લાગી છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે મળેલાં મેઈલમાં 'બપોરે 3 વાગ્યે સીએમ ઓફિસ બોમ્બથી ઉડાવી દઈશું' એવી ધમકી મળતાં પોલીસ તરત હરકતમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલય ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે.
ધમકીનો મેઈલ મળતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તરત સતર્ક થઈ ચૂકી છે. હાલ ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે. મેઈલ ક્યાંથી આવ્યો તેની સઘન તપાસ પણ ચાલી રહી છે. અમદાવાદની શાળાઓને વાંરવાર આ પ્રકારે ધમકીના મેઈલ મળતાં રહે છે ત્યારે દિવાળીના તહેવારોના સમયે મુખ્યમંત્રી કાર્યલયને ઊડાવી દેવાની ધમકી મળતાં પોલીસતંત્રની દોડધામ વધી ગઈ છે.