રેલવેમાં સ્ટેશન માસ્તરની ભરતી જાહેર, 1265 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો, ગુજરાતમાં 31 જગ્યાઓ
- 25 નવેમ્બર સુધીમાં અરજી કરી દેવાની રહેશે
- પગારધોરણ રૂ. 35,400 બેઝિકથી શરૂઆત
રેલ્વે ભરતી બોર્ડ દ્વારા દેશભરમાં 1265 સ્ટેશન માસ્તરની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં અમદાવાદ રેલ્વે ભરતી બોર્ડ હેઠળ પણ જગ્યાઓ ફાળવવામાં આવી છે. લાયક અને ઇચ્છુક ઉમેદવારો 25 નવેમ્બર 2026 સુધીમાં ઓનલાઈન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
અરજી કેવી રીતે કરવી?
- અંતિમ તારીખ: 25 નવેમ્બર, 2026
- અરજી પ્રક્રિયા: લાયક ઉમેદવારોએ રેલવે ભરતી બોર્ડ (RRB) ની સત્તાવાર વેબસાઇટ પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન ફોમ ભરી લેવાનું રહેશે.
- પગાર ધોરણ: અમદાવાદ સહિત સમગ્ર દેશમાં રેલ્વે ભરતી બોર્ડ દ્વારા જારી 1265 જગ્યાઓ પર પસંદગી પામનારા ઉમેદવારોને બેઝીક રુ.35,400 સુધીનો પગારધોરણ મળશે.
ઉમેદવારોની જરૂરી લાયકાત અને વયમર્યાદા
- લાયકાત: સ્ટેશન માસ્તરની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારે દેશની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી અનિવાર્ય છે.
- વય મર્યાદા: 1 જાન્યુઆરી 2027ના રોજ 20થી 30 વર્ષની વયમર્યાદા હોવી જોઈએ. (સરકારી નિયમ પ્રમાણે, અનામત કેટેગરીમાંથી આવતા ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર છે.
અમદાવાદ રેલ્વે ભરતી બોર્ડ અંતર્ગત 31 જગ્યાઓ
- બિન અનામત: 13 જગ્યાઓ
- ઓબીસી: 07 જગ્યાઓ
- SC: 05 જગ્યાઓ
- EWS: 04 જગ્યાઓ
- ST: 02 જગ્યાઓ