રાજ્ય સરકારના વિવિધ વિભાગો માટે વર્ગ-3ની 1237 જગ્યાઓ પર મેગા ભરતી
5 નવેમ્બરથી ઓનલાઇન અરજી શરૂ | GSSSB દ્વારા ગ્રુપ-Aની 243 અને ગ્રુપ-Bની 994 જગ્યાઓ માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત, જુનિયર ક્લાર્કની સૌથી વધુ 994 જગ્યાઓ ભરાશે
ગાંધીનગર......
ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે મોટી તક આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3ના ગ્રુપ-A અને ગ્રુપ-Bની કુલ 1237 જગ્યાઓ ભરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 5 નવેમ્બર, 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.
ગ્રુપ-Aમાં 243 જગ્યાઓ
ગ્રુપ-A હેઠળ વિવિધ સંવર્ગોની કુલ 243 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1ની 6, સબ રજિસ્ટ્રાર ગ્રેડ-2ની 15, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની 50, સમાજ કલ્યાણ નિરીક્ષકની 89, કચેરી અધિક્ષકની 7, ઓફિસ આસિસ્ટન્ટની 15, હેડ ક્લાર્કની 10 અને સિનિયર ક્લાર્કની 51 જગ્યાઓનો સમાવેશ થાય છે.
ગ્રુપ-Bમાં જુનિયર ક્લાર્કની 994 જગ્યાઓ
ગ્રુપ-B હેઠળ જુનિયર ક્લાર્કની કુલ 994 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમ, બંને ગ્રુપમાં મળીને કુલ 1237 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
30 નવેમ્બર અરજી કરવાની છેલ્લી તારીખ
ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 5 નવેમ્બર, 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી થશે, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી રહેશે.
ભરતી અને પરીક્ષાને લગતી વિગતવાર સૂચનાઓ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ અને અન્ય શરતો GSSSBની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
ઉમેદવારોએ અરજી કરતી વખતે શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ અને અનામતને લગતા પ્રમાણપત્રોની વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે. આ ઉપરાંત સૂચના મુજબ ફોટોગ્રાફ અને સહી પણ ઓનલાઇન અપલોડ કરવાની રહેશે.