અંતે ચૈતર વસાવાને ત્રણ દિવસના જામીન, બિમાર ભાઈની ખબર પૂછવા જઈ શકશે
- પંદર દિવસ પહેલાં ચૈતરના ભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
- મુશ્કેલ સમયે ભાઈની સાથે રહેવા ત્રણ દિવસના જામીન સુપ્રીમે મંજૂર કર્યા
ડેડિયાપાડાના ધારાસભ્ય અને હાલ જેલમાં સજા કાપી રહેલાં ચૈતર વસાવાને આખરે સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસના જામીન મંજૂર કર્યા છે. અગાઉ હાઈકોર્ટે એક દિવસના જામીન આપ્યા હતા પરંતુ તેની સામે ચૈતરે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, પંદર દિવસ પહેલાં ચૈતરના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પીઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્ની સાથેના ઘરકંકાસથી ત્રાસીને તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે.
ચૈતર વસાવા અગાઉ વનવિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં સજા કાપી રહ્યા છે.