દિવાળી પહેલાં ગુજરાતના 9.69 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને સરકારની ભેટ
મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, નવેમ્બરના પગાર સાથે 4 મહિનાનું એરિયર્સ મળશે
ગાંધીનગર.....
ગુજરાત સરકારના સેવા રદ કર્મચારીઓ અને નિવૃત્ત થયેલા પેન્શનર કર્મચારીઓ માટે ટેબલેટ બેઠકમાં દિવાળી ભેટ આપવાનો નિર્ણય લેવાયો હતો જેના પગલે કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની બેઠક કરી હતી અને ત્યારબાદ કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA/DR)માં કેન્દ્ર સરકારના ધોરણે 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ જાહેરાત કરી છે.
1 જુલાઈ, 2026થી વધારાનો લાભ મળશે
સરકારના આ નિર્ણયનો લાભ છઠ્ઠા અને સાતમા પગાર પંચ હેઠળ પગાર મેળવતા રાજ્ય સરકાર, પંચાયત સેવા અને અન્ય સંસ્થાઓના કુલ 9.69 લાખથી વધુ કર્મયોગીઓ અને પેન્શનરોને મળશે. જેમાં 4.62 લાખ કર્મચારીઓ અને 5.07 લાખ પેન્શનરોનો સમાવેશ થાય છે. મોંઘવારી ભથ્થામાં થયેલો 3 ટકાનો વધારો 1 જુલાઈ, 2026થી અમલી બનશે. નવેમ્બરના પગાર સાથે ચાર મહિનાનું એરિયર્સ મળશે. જુલાઈથી ઓક્ટોબર 2026 સુધીના ચાર મહિનાના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ કર્મચારીઓ અને પેન્શનરોને નવેમ્બર મહિનાના પગાર સાથે એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે. એટલે કે નવેમ્બરના પગાર સાથે ચાર મહિનાનું એરિયર્સ પણ ખાતામાં જમા થશે.
સરકાર પર રૂ. 1,569 કરોડનું વાર્ષિક ભારણ
ગુજરાત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેના પગલે રાજ્ય સરકાર રૂ. 523 કરોડની એરિયર્સની રકમ ચૂકવશે. જ્યારે આ વધારાને પગલે રાજ્ય સરકાર પર વાર્ષિક રૂ. 1,569 કરોડનું વધારાનું નાણાકીય ભારણ આવશે. જોકે દિવાળી પહેલાં લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળશે.