CCEના ઉમેદવારોની આતુરતાનો અંત: ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યા પ્રાથમિક પરીક્ષાના ગુણ
ગ્રુપ-A અને ગ્રુપ-Bના ઉમેદવારો બેઠક નંબરના આધારે ચકાસી શકશે ગુણ, 41 ઉમેદવારોનાં પરિણામ હાલ અનામત
ગાંધીનગર.....
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) ગ્રુપ-A અને ગ્રુપ-Bની પ્રાથમિક પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. 3 નવેમ્બર, 2026ના રોજ મંડળે પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલા ગુણની યાદી જાહેર કરી છે. ઉમેદવારો હવે બેઠક નંબરના આધારે પોતાના ગુણ ચકાસી શકશે.
જાહેરાત ક્રમાંક 378/2025 અંતર્ગત CCE ગ્રુપ-A અને ગ્રુપ-Bની પ્રાથમિક પરીક્ષા 19 જૂનથી 26 જૂન, 2026 દરમિયાન MCQ-CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવામાં આવી હતી. પરીક્ષાની ફાઇનલ આન્સર કીના આધારે ઉમેદવારોને મળેલા ગુણની બેઠક નંબર મુજબની યાદી (Annexure-A) જાહેર કરવામાં આવી છે.
41 ઉમેદવારોનાં પરિણામ હાલ અનામત
મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 41 બેઠક નંબર ધરાવતા ઉમેદવારોનાં પરિણામ અનામત રાખવામાં આવ્યાં છે. આથી આ ઉમેદવારોના ગુણ હાલ જાહેર કરવામાં આવ્યા નથી.
બેઠક નંબરથી ગુણ ચકાસી શકાશે
પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારો મંડળ દ્વારા જાહેર કરાયેલી Annexure-A યાદીમાં પોતાનો બેઠક નંબર શોધીને મેળવેલા ગુણ જાણી શકશે. 41 ઉમેદવારો સિવાયના ઉમેદવારો માટે ગુણની યાદી જાહેર કરવામાં આવી છે.