ગુજરાતના IAS અધિકારીઓના ચાર્જમાં ફેરફાર
IAS અધિકારીઓના વિદેશ પ્રવાસો ના પગલે અન્ય IAS ને સોંપાઈ જવાબદારી | 12 અધિકારીઓની જવાબદારી અન્ય અધિકારીઓને સોંપાઈ
ગાંધીનગર...
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની તૈયારીઓ વચ્ચે રાજ્યના 12 IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જવાના હોવાથી તેમના વિભાગોનો વધારાનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાયો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 19 ઓક્ટોબર, 2026ના રોજ આ અંગેનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના ભાગરૂપે વિવિધ દેશોની મુલાકાતે જતા IAS અધિકારીઓની ગેરહાજરી દરમિયાન વહીવટી કામગીરી ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક ચાર્જની વ્યવસ્થા કરવામાં આવી છે.
કોના સ્થાને કોને સોંપાયો ચાર્જ?
ડૉ. અંજુ શર્મા - IAS અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ (પર્સોનલ) વધારાનો ચાર્જ: ડૉ. ટી. નટરાજન, અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગ.
ડૉ. જયંતિ એસ. રવિ - IAS અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ. વધારાનો ચાર્જ: બી.એ. શાહ, જમીન સુધારણા કમિશનર અને મહેસૂલ વિભાગ ને સોંપાયો
મમતા વર્મા - અધિક મુખ્ય સચિવ, ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા ગુજરાત CSR ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. વધારાનો ચાર્જ: રાજીવ ટોપનો, અધિક સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ને સોંપાયો
લોચન સેહરા - IAS સચિવ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ની જવાબદારી ડૉ. વિનોદ રામચંદ્ર રાવ, અગ્ર સચિવ, વન અને પર્યાવરણ વિભાગ ને સોંપાઈ
રૂપવંત સિંઘ - IAS રાજ્યના મુખ્ય કર કમિશનર, અમદાવાદ ની જવાબદારી અજય ભાદૂ, , MD ડિરેક્ટર, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ને આપી
સ્વરૂપ પી. - IAS ઉદ્યોગ કમિશનર તથા ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. નો ચાર્જ મિલિંદ શિવરામ તોરવણે, અગ્ર સચિવ, શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) ને આપ્યો
પી. ભારતી - IAS સચિવ, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગનો વધારાનો ચાર્જ ધનંજય દ્વિવેદી, અગ્ર સચિવ, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
જેનુ દેવાન - IAS સચિવ, નાણાં વિભાગ (ખર્ચ) નો વધારાનો ચાર્જ:સંદીપ કુમાર સચિવ, નાણાં વિભાગ (આર્થિક બાબતો) ના હવાલે કરાયો
આર્દ્રા અગ્રવાલ - સચિવ, સામાન્ય વહીવટ વિભાગ (આયોજન), ગુજરાત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તથા સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક
વધારાનો ચાર્જ રતનકંવર એચ. ગઢવીચરણ, કમિશનર ઓફ હેલ્થ (ગ્રામીણ) ને સોંપાયો
ડૉ. ધવલકુમાર કિરીટકુમાર પટેલ - ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ કમિશનર, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના CEO તથા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિરેક્ટર જનરલ
વધારાનો ચાર્જ ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવી, અધિક સચિવ, ગૃહ વિભાગ (કાયદો અને વ્યવસ્થા) ને સોંપાયો
પ્રવીણા ડી.કે. - ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમનાં વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનનાં મેનેજિંગ ડિરેક્ટર
વધારાનો ચાર્જ ડૉ. કુલદીપ આર્ય, સચિવ, ઉદ્યોગ અને ખાણ વિભાગ (પ્રવાસન, દેવસ્થાનમ મેનેજમેન્ટ, સિવિલ એવિએશન અને યાત્રાધામ) ને સોંપાયો
વિજયકુમાર લાલુભાઈ ખરાડી - ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અને મત્સ્યોદ્યોગ કમિશનર
વધારાનો ચાર્જ નાગરાજન એમ., સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર, સમગ્ર શિક્ષા વિભાગને સોંપાયો