IPLનું ગ્લેમર હવે લગ્નના પંથે
કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદ્રન
કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદ્રન :
IPLમાં પોતાની હાજરીથી ગ્લેમર ઉમેરનાર સનરાઈઝ હૈદરાબાદ ટીમની માલિક કાવ્યા મારનના મનના માણીગર અંગે આખરે સ્પષ્ટતા થઈ ચૂકી છે. તામિલનાડુના ધનાઢ્ય મારન પરિવાર અને પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિ પરિવારની ખૂબસૂરત કાવ્યા મારન દક્ષિણની ફિલ્મોના મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદ્રન સાથે લગ્નગ્રંથિથી જોડાશે. તેલંગણાના મુખ્યમંત્રી રેવંતા રેડ્ડીએ પોતે આ જાહેરાત કરી છે.
તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિના ભત્રીજા મુરાસોલી મારનની પૌત્રી કાવ્યા મારન વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ પરિવારના સન ટીવી નેટવર્ક સાથે જોડાઈ હતી. ત્યારબાદ આઈપીએલમાં તેણે સનરાઈઝર હૈદરાબાદના માલિકી હકો મેળવ્યા હતા અને ટીમના મેનેજમેન્ટની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહી છે. આઈપીએલની હૈદરાબાદની મેચ વખતે સ્ટેડિયમમાં હાજર રહીને તે ખેલાડીઓનો જુ્સ્સો વધારવા ઉપરાંત ટીમની રણનીતિ સાથે પણ સક્રિય રહે છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરના લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. વધુમાં તેમણે તારીખ જાહેર કરતા ઉમેર્યું કે, કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરનું લગ્ન રિસેપ્શન 21 નવેમ્બરે ચેન્નાઈમાં યોજાશે. અનિરુદ્ધ રવિચંદ્રને તાજેતરમાં ફિલ્મ 'ધ પેરેડાઈઝ' અને રજનીકાંતની 'જેલર 2' માટે શાનદાર સંગીત આપ્યું છે. આગામી સમયમાં શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ', રજનીકાંતની 'ધર્મા', અને કમલ હાસનની 'ઇન્ડિયન 3' જેવી મોટી ફિલ્મો તેની પાસે છે.