ગાંધીનગરમાં સરકારી ઇમારતોના બગીચાની જાળવણી ખાનગી પેઢીને સોંપાશે
વાઇબ્રન્ટ સમિટ પહેલા ગ્રીન સિટી ગાંધીનગર ને હરિયાળું બનાવવા માટે સરકારે લીધો નિર્ણય | સ્વર્ણિમ સંકુલ, સચિવાલય, રાજભવન સહિતના સ્થળો અને મુખ્ય માર્ગોની હરિયાળી જાળવવાનું આયોજન
ગાંધીનગર.....
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ, સચિવાલય, સર્કિટ હાઉસ, રાજભવન અને મંત્રી નિવાસ સહિતનાં સરકારી સંકુલોના બગીચાઓની જાળવણી ખાનગી પેઢીને સોંપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ વ્યવસ્થા હેઠળ કર્મયોગી ભવન, બગીચા, ટ્રાફિક આઇલેન્ડ્સ અને શહેરના મુખ્ય માર્ગો પર આવેલા સ્વર્ણિમ પાર્ક સહિતના વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પાટનગરની સુંદરતા અને હરિયાળી જાળવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી પેઢી દ્વારા નિયમિત જાળવણીની કામગીરી હાથ ધરાતાં સરકારી સંકુલો અને મુખ્ય માર્ગો પરનાં બગીચાઓ વધુ વ્યવસ્થિત રાખવા આ નિણર્ય લેવાયો છે.
બગીચાઓની જાળવણીમાં ખાનગી પેઢીની ભૂમિકા
ગાંધીનગરમાં સરકારી સંકુલો અને જાહેર વિસ્તારોની હરિયાળી જાળવવા માટે ખાનગી પેઢીને જાળવણીની કામગીરી સોંપવાનું આયોજન છે. આ કામગીરીમાં નીચેના વિસ્તારોનો સમાવેશ થશે:
- સ્વર્ણિમ સંકુલ: સંકુલના બગીચાઓની જાળવણી.
- સચિવાલય: બગીચાઓની નિયમિત સંભાળ.
- સર્કિટ હાઉસ: બગીચાઓની જાળવણી અને સ્વચ્છતા.
- રાજભવન: પરિસરના બગીચાઓની સંભાળ.
- મંત્રી નિવાસ: બગીચાઓની જાળવણી.
- કર્મયોગી ભવન: પરિસરની હરિયાળી જાળવવી.
- જાહેર બાગ બગીચાની નિયમિત જાળવણી.
- ટ્રાફિક આઇલેન્ડ્સ: હરિયાળી અને છોડની સંભાળ.
- સ્વર્ણિમ પાર્ક સહિતના વિસ્તારો: શહેરના મુખ્ય માર્ગો પર આવેલા બગીચાઓ અને હરિયાળીની જાળવણી.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં હરિયાળી ધીમે ધીમે સુકાઈ રહી છે જેના પગલે વાઇબ્રન્ટ સમિટ માં આવનાર દેશ-વિદેશના મહેમાનો પણ પાટનગર થી પ્રભાવિત થાય તેવા હેતુથી આ અભિગમ અપનાવ્યો છે જો કે હવે ખાનગી પેઢી હરિયાળી જાળવવાni સાથે સાથે સ્વચ્છતા જાળવી રાખવા કેવો પ્રયાસ કરશે તે જોવું રહ્યું.