સરકારી શાળાઓ ફરતી POCSOની કિલ્લેબંધી, શાળાઓની બદહાલી હવે નહિ જોઈ શકાય
પોઈન્ટર્સ :-
૧. વિપક્ષો, સ્વૈચ્છિક સંસ્થાઓ, મીડિયાને શાળા ચકાસણી માટે પ્રવેશતાં રોકવાનો પ્રયાસ
૨. બાહ્ય વ્યક્તિએ શાળામાં પ્રવેશવા માટે આચાર્યની આગોતરી લેખિત મંજૂરી લેવી પડશે
આમઆદમી પાર્ટી, કોક્રોચ જનતા પાર્ટી વગેરે દ્વારા ગુજરાત સહિત અન્ય રાજ્યોની સરકારી શાળાઓની બદહાલીના વીડિયો જાહેર કરાયા બાદ ગુજરાત સરકારે શાળાઓ ફરતી કાનૂનની કિલ્લેબંધી લાગુ કરી દીધી છે. ૨૧ ઓક્ટોબરે સરકારના શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલ પરિપત્ર મુજબ, શાળામાં બાહ્ય વ્યક્તિના પ્રવેશ સામે હવે POCSOનું હથિયાર ધરી દીધું છે. બાહ્ય પરિબળો ગમે ત્યારે શાળામાં પ્રવેશીને બાળકોના વીડિયો ઉતારતાં હોવાથી શૈક્ષણિક કાર્યમાં ખલેલ પહોંચતી હોવાની શિક્ષક સંઘે ફરિયાદ કર્યા બાદ આ પરિપત્ર કરવો પડ્યો હોવાનો સરકારનો દાવો છે. જાહેર થયેલ પરિપત્ર મુજબ,
શાળામાં પ્રવેશતાં દરેક મુલાકાતીએ પરિસરમાં પ્રવેશતાં પહેલાં આચાર્યની આગોતરી અને લેખિત મંજૂરી મેળવવી ફરજિયાત છે. અલબત્ત, સરકારી અધિકારીઓ તેમાંથી બાાકત છે.
કોઈપણ બાહ્ય વ્યક્તિ મંજૂરી વગર શાળામાં પ્રવેશીને પરિસરના કોઈપણ હિસ્સાનો વીડિયો બનાવે કે ફોટા પાડે તો તેની સામે POCSO એક્ટ લાગુ થઈ શકે છે.