Your Newz ઇમ્પેક્ટ: માહિતી વિભાગ અને ઇન્ડેક્સ્ટ-બીમાં ખાલી જગ્યાઓ ભરાઈ
પોઈન્ટર્સઃ
ગુજરાતમાં 17 IAS અધિકારીઓની બદલી
મહેસાણા, આણંદ સહિત અનેક જિલ્લાઓના કલેક્ટર બદલાયા; વહીવટી તંત્રમાં મોટા ફેરફાર ..
ગાંધીનગર....
ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરતાં રાજ્ય સરકારે 17 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો કર્યા છે. 23 ઓક્ટોબર, 2026ના રોજ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશોમાં મહેસાણા, આણંદ, વાવ-થરાદ, કચ્છ સહિતના જિલ્લાઓના વહીવટી માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને Your Newzના ઇમ્પેક્ટ અહેવાલ બાદ માહિતી વિભાગ અને ઇન્ડેક્સ્ટ-બીમાં ખાલી જગ્યાઓ ભરવા સાથે નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
માહિતી વિભાગ અને ઇન્ડેક્સ્ટ-બીમાં નવી નિમણૂક
રાજ્ય સરકારના આદેશ મુજબ શિક્ષણ વિભાગના અધિક સચિવ જી.ટી. પંડ્યાને માહિતી નિયામક, ગાંધીનગર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગભાઈ એચ. મકવાણાને ઇન્ડેક્સ્ટ-બીના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગના સચિવ આલોક કુમાર પાંડેને રાહત કમિશનરનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
મહેસાણા અને આણંદ સહિતના જિલ્લાઓમાં કલેક્ટર બદલાયા
રાજ્ય સરકારના આદેશથી મહેસાણા અને આણંદના કલેક્ટર સહિત વિવિધ જિલ્લાઓના વહીવટી અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર થયો છે.
- મહેસાણા: ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવીને કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. એસ.કે. પ્રજાપતિને ગ્રામ વિકાસ કમિશનર બનાવાયા છે.
- આણંદ: કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમને કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે.
- વાવ-થરાદ: બનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેને કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે.
- ધોલેરા SIR: આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીને ધોલેરા SIR તથા માંડલ.
-બેચરાજી SIRના સ્પેશિયલ પ્રોજેક્ટના મુખ્ય mકાર્યપાલક અધિકારી તરીકે જવાબદારી સોંપાઈ છે.
જિલ્લા વિકાસ અધિકારીઓની પણ બદલી
જિલ્લા વિકાસ અધિકારીઓની નવી નિમણૂકમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. રામ નિવાસ બુગાલિયાને બનાસકાંઠા-પાલનપુર, અતિરાગ ચપલોતને કચ્છ-ભુજ, વંદના મીનાને વલસાડ, રાજેશ કુમાર મૌર્યને અમરેલી, સ્વપ્નિલ મહાદેવ સિસલેને તાપી અને ઓમકાર રાજેન્દ્ર શિંદેને છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બીજી તરફ, છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારને ગૃહ વિભાગના કાયદા અને વ્યવસ્થા વિભાગમાં ઉપસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રમતગમત અને ગ્રામ વિકાસ વિભાગમાં પણ ફેરફાર
રાજ્ય સરકાર દ્વારા રમતગમત અને ગ્રામ વિકાસ ક્ષેત્રે પણ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. ગુજરાત ગેસ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.એન. પટેલને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક માટે મૂકવામાં આવ્યા છે. સી.સી. કોટકને સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ ડેવલપમેન્ટ (SIRD), અમદાવાદના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છેકે રાજ્ય સરકારના આદેશથી એકસાથે 17 IAS અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર થયો છે. જિલ્લા વહીવટથી લઈને માહિતી, ગ્રામ વિકાસ અને રમતગમત વિભાગ સુધીના આ ફેરફારો વહીવટી તંત્રમાં નવી ગોઠવણી દર્શાવે છે.