GSRTCની ધમાકેદાર કમાણી, 2 દિવસમાં 7.19 કરોડ!
12 નવેમ્બરે 1.50 લાખથી વધુ સીટ બુક, મોબાઇલ એપથી પણ 1 લાખનો આંકડો પાર
ગાંધીનગર....
તહેવારોમાં મુસાફરોના ધસારાને કારણે GSRTCના ઓનલાઈન બુકિંગમાં નવો રેકોર્ડ બન્યો છે. 11 નવેમ્બરે બનેલો રેકોર્ડ બીજા જ દિવસે તૂટી ગયો. 12 નવેમ્બરે એક જ દિવસમાં 1,50,010 સીટનું બુકિંગ થતાં 3.64 કરોડથી વધુની આવક થઈ. બે દિવસમાં કુલ આવક 7.19 કરોડથી વધુ રહી.
24 કલાકમાં જ રેકોર્ડ તૂટ્યો
11 નવેમ્બરે 1,46,875 સીટનું બુકિંગ થયું હતું અને 3.55 કરોડની આવક થઈ હતી. 12 નવેમ્બરે બુકિંગમાં 3,135 સીટનો વધારો થયો અને આવક પણ વધી.
મોબાઇલ એપે પણ લગાવી સદી
12 નવેમ્બરે GSRTCની મોબાઇલ એપ પરથી 1,00,283 સીટનું બુકિંગ થયું અને 2.30 કરોડની આવક થઈ. એટલે કે પહેલીવાર એક જ દિવસમાં મોબાઇલ એપ બુકિંગે એક લાખનો આંકડો પાર કર્યો.
ડિજિટલ બુકિંગનો વધતો ક્રેઝ
તહેવારોમાં મુસાફરો હવે કાઉન્ટરની લાઇનને બદલે મોબાઇલ અને ઓનલાઈન બુકિંગને વધુ પસંદ કરી રહ્યા છે. GSRTCના જણાવ્યા મુજબ, સતત સાતમા વર્ષે ગુજરાત ST બુકિંગ અને આવકમાં દેશની તમામ ST યુનિટ્સમાં ટોચ પર રહ્યું છે.