ચેન્નાઈના ભક્તનું તિરૂપતિ બાલાજીને 121 કરોડ સોનાનું અત્યાર સુધીનું સૌથી મોટું દાન
ભગવાન વેંકટેશ્વરને 121 કિલો સોનાનો ચઢાવો, અત્યાર સુધીનું સૌથી મોટું દાન, ચેન્નાઈના ભક્ત વર્ધમાન જૈને કર્યુ દાન, કંપનીનો પોતાનો હિસ્સો વેચીને દાન કર્યુ, મુખ્યમંત્રી રહ્યા ખાસ ઉપસ્થિત.
આંધ્રપ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરમાં અત્યાર સુધીનું સૌથી
મોટું દાન ભગવાન વેંકટેશ્વરને અર્પણ કરવામાં આવ્યુ છે. તિરૂમાલા મંદિરમાં 121 કિલો
સોનાના આભૂષણો દાન તરીકે અર્પણ કરવામાં આવ્યા છે. આ દાન ચૈન્નાઈના વર્ધમાન જૈન અને
તેમની પત્ની રાધિકા જૈને આપ્યુ છે. મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં દાન
અર્પણ કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીનું સૌથી મોટું સોનાનું દાન માનવામાં આવે છે.
160 કરોડના આભૂષણો ભગવાનને અર્પણ
આ આભૂષણોની કિંમત 160 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ ખાસ પ્રસંગે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવા તિરૂમાલા પહોંચ્યા છે. આ આભૂષણો બનાવવામાં આશરે 15 મહિનાનો સમય લાગ્યો છે. મંદિરમાં આટલુ મોટું દાન આપવા માટે ભગવાન વેંકટેશ્વરના આ ભક્તે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના અધિકારીઓ સાથે અગાઉથી જ વાત કરી લીધી હતી, આ દાનમાં ખાસ રીતે તૈયાર કરાયેલા સોનાના 45 આભૂષણો સામેલ છે, જેને 9 સેટમાં ગોઠવવામાં આવ્યા છે.






ચેન્નાઈના વારા ફ્યુચર એલએલપીના ચેરમેને કર્યુ દાન
ભગવાનને અર્પણ કરવામાં આવેલા આભૂષણોમાં મુગટ, શંખ-ચક્ર, કમરબંધ, ભુજકીર્તિ અને અભય હસ્તનો સમાવેશ થાય છે. ચેન્નઈની કંપની 'વારા ફ્યુચર એલએલપી'ના ચેરમેન
વર્ધમાન જૈને 121 કિલો સોનું દાન
કર્યું છે. વર્ધમાને કંપનીમાં પોતાનો 60%
હિસ્સો વેચીને 6000 કરોડ રૂપિયા મેળવ્યા હતા. આ જ રકમમાંથી વર્ધમાને ભગવાન શ્રી
વેંકટેશ્વરને આ સોનું દાન કર્યું.
દાનને લઈને અગાઉ પણ રહ્યા છે ચર્ચામાં
અગાઉ પણ વર્ધમાન જૈન દાનને લઈને ચર્ચામાં આવી ચૂક્યા છે. 2024માં
ચેન્નાઈમાં મંદિરના વિસ્તરણ માટે 1 કરોડ, નવેમ્બર 2024માં અન્ન પ્રસાદમ ટ્રસ્ટને
1.1 કરોડ અને પ્રણદાનમ ટ્રસ્ટને 1.1 કરોડ, 2025માં SV ભક્તિ ચેનલને 5
કરોડ રૂપિયા, ગૌ-સંરક્ષણ માટે 1 કરોડ રૂપિયા, મે 2026માં તિરૂપતિ માટે ઈલેક્ટ્રિક
બસ દાન કરવાની જાહેરાત કરી હતી.