રિચિરિચ પાન માલિક ભાવિક ગજ્જર સાયકો કે પછી કાનખજૂરો?
કાર સાઈડમાં લેવા મામલે ભાવિકે બચકું ભરીને યુવકનો કાન કાપી નાંખ્યો | યુવકે સાંતેજ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી
અમદાવાદ...
સિંધુ ભવન પર આવેલ રિચાર્જ પાર્લરના માલિક ભાવિક ગજ્જરે સાતેજમાં યુવકને બટકું ભરી કાન કાપી નાખ્યો છે. આ અંગે સ્ટાર્ટેજ પોલીસ સ્ટેશનમાં ભાવિક ગજ્જર વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ લોકોમાં ચર્ચા છે કે, ભાવિક ગજ્જર સાયકો કે પછી કાનખજૂરો?
હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો હતો મેનેજર
સિંધુભવન રોડ પર આવેલ રિચિરિચ પાન પાર્લરનો મેનેજર હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો હતો તે બાદ ફરીથી પાન પાર્લર માલિક ભાવિક ગજ્જર વિવાદોમાં આવ્યો છે.
કાર સાઈડમાં લેવા મામલે બોલાચાલી
સાતેજમાં નવરાત્રી દરમિયાન કાર સાઇડમાં લેવા મામલે ભાવિકને 23 વર્ષીય યુવક સાથે બોલાચાલી થઈ હતી. જેમાં ભાવિકે મોં પર મજબૂત પંચથી મુક્કા માર્યા હતા. આટલું જ નહીં ભાવિકે બટકું ભરી યુવકનો કાન કાપી નાખ્યો હતો.
સલમાનખાન સ્ટાઇલમાં બોડી બતાવી ધમકી
આ વિવાદ આટલે સુધી અટકયો ન હતો. આ ભાવિકે સલમાનખાન સ્ટાઇલમાં પોતાનું શર્ટ કાઢીને બોડી ( સિક્સ પેક ) બતાવીને જાનથી મારી નાખવાની યુવકને ધમકી આપી હતી.
હત્યાના પ્રયાસની ફરિયાદ
આ અંગે યુવકે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ભાવિક ગજ્જર સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી.
નશીલા પદાર્થના સેવનની ચર્ચા
આટલું જ નહીં, ભાવિકે નશા પદાર્થનું સેવન કરીને બબાલ કરી હોવાની ચર્ચાઓ સામે આવી છે. જો કે, પોલીસ મેડિકલ રિપોર્ટ કરાવ્યા બાદ જ નશીલા પદાર્થનું સેવન કર્યું હતુ કે નહીં તે અંગે ચોક્કસ માહિતી સામે આવશે.