બંને પિતા-પુત્રને મારી નાંખીશુ, અમિતાભ બચ્ચનને ફરીથી મળી ધમકી
ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ધમકી આપી, શીખ સમુદાય વિરૂદ્ધ ટિપ્પણી કરનારને બક્ષવામાં નહી આવે: ગોલ્ડી
ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોને અમિતાભ અને અભિષેક બચ્ચનને ધમકી આપી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ગોલ્ડી ઢિલ્લોનના નામે મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. બીગ બી ને આ પહેલા પણ ધમકીઓ મળી ચૂકી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ સામે આવી છે, તેમાં કહેવામાં આવ્યુ છે કે ગમે તેટલી બુલેટપ્રૂફ કેબિન બનાવી લો, પણ તમને બંનેને મારીશ

પોસ્ટમાં અમિતાભ-અભિષેકના નામનો ઉલ્લેખ કરી ધમકી
ગોલ્ડી ઢિલ્લોનના નામથી જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તેમાં એવો
દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે મુંબઈમાં તેમના બે સાથી
વિકાસ ઠાકુર અને દિપક સિંહની ધરપકડ કરી છે. ગોલ્ડીએ પોસ્ટમાં કહ્યુ છે કે બંનેને
કોઈ બીજી ગેંગ સાથે ન જોડવામાં આવે. પોસ્ટમાં ગોલ્ડીએ 1984 દરમિયાન થયેલા શીખ
રમખાણોનો પણ ઉલ્લેખ કર્યો છે. સાથે જ કહ્યુ છે કે શીખ રમખાણોના દોષિતોને ક્યારેય
માફ કરવામાં નહી આવે. તેણે એ પણ ધમકી આપી છે કે કોઈ પણ દેશનો કોઈ પણ વ્યક્તિ હોય
શીખ સમુદાય સામે બોલનારનો હિસાબ લેવામાં આવશે. પોસ્ટના અંતમાં અમિતાભ અને અભિષેકના
નામનો ઉલ્લેખ છે.
પિતાની સુરક્ષા માટે પુત્ર પણ રહે છે ખડેપગે
અમિતાભ બચ્ચન દર રવિવારે ફેન્સને મળવા પોતાના જલ્સા બંગલોની
બહાર આવે છે. કેટલાક સમય પહેલા રવિવારે ફેન્સ સાથેની મુલાકાત દરમિયાન અમિતાભ બચ્ચન
બુલેટપ્રૂફ શિલ્ડમાં નજર આવ્યા હતા. સુરક્ષા કારણોસર બુલેટપ્રુફ શિલ્ડનો નિર્ણય
લેવાયો હતો. ગોલ્ડીના ધમકી ભરેલી પોસ્ટમાં આ જ બુલેટપ્રૂફ શિલ્ડ કેબિનનો ઉલ્લેખ
છે. છેલ્લા કેટલાય સમયથી અભિષેક બચ્ચન પણ પિતા અમિતાભ બચ્ચન સાથે દર રવિવારે નજરે
આવે છે. પિતાની સુરક્ષા માટે અભિષેક તૈનાત રહે છે. આ વખતે અભિષેકને પણ ધમકી
આપવામાં આવી છે.
બીગ બીના ઘર બહાર હથિયારધારી સુરક્ષાકર્મીઓ તૈનાત
સદીના મહાનાયકને સતત મળતી ધમકીઓના કારણે તેમની સુરક્ષામાં
વધારો કરી દેવામાં આવ્યો છે. બીગ બીના ઘરની બહાર હથિયારધારી સુરક્ષા કર્મચારીઓ
હંમેશા તૈનાત રહે છે. બંગલાની આસપાસ બેરિકેડિંગ પણ કરી દેવામાં આવ્યુ છે. હાઈ
ડેફિનેશન CCTV કેમેરા દ્વારા આસપાસ નજર
રાખવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારોમાં કાર પાર્કિંગ પર પણ પ્રતિબંધ લગાવી
દેવામાં આવ્યો છે. પ્રતિબંધિત ક્ષેત્રમાં ફોટો કે વીડિયો લેવા પર પણ રોક લગાવવામાં
આવી છે.