ASEAN સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન: ભવિષ્ય સહયોગથી નક્કી થશે: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસિયાન-ભારત શિખર સંમેલનમાં ભારત અને આસિયાન દેશો વચ્ચે વધુ સારા સહયોગ પર ભાર મુક્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસિયાન શિખર સમિટમાં સંબોધન કર્યુ, પરસ્પર સંબંધો મજબૂત અને ડાયરેક્ટ ફ્લાઈટ વધારવા પર ભાર મૂક્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસિયાન-ભારત શિખર સંમેલનમાં ભાગ
લેવા ફિલિપાઈન્સના મનિલા પહોંચ્યા છે, સમિટના પ્રથમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદીએ સંબોધન કર્યુ હતુ. તેમણે ભારત અને આસિયાન દેશો વચ્ચે વધુ સારા સહયોગની અપીલ
કરી છે. આસિયાન-ભારત શિખર સંમેલનને સંબોધિત કરતા તેમણે સ્પષ્ટ કર્યુ કે આ ક્ષેત્રનું
ભવિષ્ય પરસ્પર સ્પર્ધાને બદલે સહયોગથી નક્કી થવુ જોઈએ. વૈશ્વિક અનિશ્ચિતતાઓના આ
સમયમાં શાંતિ અને સ્થિરતાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે, 'ભારત અને આસિયાન દેશો મળીને વિશ્વની આશરે એક-ચતુર્થાંશ
વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી આપણું
ભવિષ્ય પરસ્પર સ્પર્ધાને બદલે પરસ્પર સહયોગથી નક્કી થવું જોઈએ. આપણી પાસે આ લક્ષ્ય
મેળવવા માટે પૂરતું સામર્થ્ય અને મક્કમ સંકલ્પ બંને છે અને આપણે સૌ સાથે મળીને આ
ક્ષેત્રને શાંતિ તથા સ્થિરતાનું પ્રતિક બનાવી શકીએ છીએ.'
પીએમ મોદીએ જણાવ્યું કે, 'વર્ષ 2014થી અત્યાર સુધીમાં લોકો વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટે 100થી વધુ પહેલ કરવામાં આવી છે. આ ઉપરાંત આશરે 250 ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ લૉન્ચ કરવામાં આવ્યા છે અને 10,000 કેપેસિટી બિલ્ડિંગ શિકોલરશિપ આપવામાં આવી છે.'
પીએમ મોદીએ કહ્યું કે ભારતનો વિકાસ અને આસિયાન દેશોની
સમૃદ્ધિ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. ભારતની પ્રગતિથી આસિયાન દેશોને પણ
લાભ થશે અને આસિયાનની સમૃદ્ધિ ભારતના વિકાસને વેગ આપશે. તેમણે કહ્યું કે વિકસિત
ભારત-2047 અને આસિયાનનું 2045નું વિઝન બંનેની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં
મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મોદીએ જણાવ્યું કે 2014થી ભારતે લોકો
વચ્ચે સંપર્ક વધારવા માટે 100થી વધુ પહેલ
કરી છે. આશરે 250 ક્વિક ઇમ્પેક્ટ
પ્રોજેક્ટ શરૂ કર્યા છે અને કૌશલ્ય વિકાસ માટે 10 હજારથી વધુ
શિષ્યવૃત્તિઓ આપી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'કૃષિના આધુનિકીકરણ, ખેતીને સ્માર્ટ
બનાવવા અને ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવ્યા વગર 'વિકસિત ભારત'નું નિર્માણ
અશક્ય છે. કૃષિ ક્ષેત્રને દેશની પ્રગતિ, સંસ્કૃતિ અને
સામાજિક જીવનનો મુખ્ય આધાર છે.'