શેખ હસીનાની વાપસી પહેલા બાંગ્લાદેશમાં અરાજકતા, 2 દિવસનું લોકડાઉન જાહેર
બાંગ્લાદેશમાં શેખ હસીનાની વાપસીના એલાન બાદ હિંસા અને અરાજકતાની સ્થિતિ, તારિક રહેમાનની સરકાર હિંસક પ્રદર્શનો, પાર્ટી પરના પ્રતિબંધ હટાવવા માંગ કરી.
બાંગ્લાદેશમાં શેખ હસીનાના પરત ફરવાના એલાન બાદ રાજકીય
માહોલ ગરમાયો છે અને દેશના વિવિધ ભાગમાં હિંસા અને તણાવની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. આ
પરિસ્થિતિ વચ્ચે અવામી લીગે આવતીકાલેઅને 28 નવેમ્બરના રોજ સમગ્ર બાંગ્લાદેશમાં લૉકડાઉનની જાહેરાત કરી
છે. સાથે જ પાર્ટીએ પોતાની અનેક માંગણીઓ પણ સરકાર સમક્ષ મૂકી છે, જેમાં પાર્ટી પર લાગેલો પ્રતિબંધ હટાવવા અને રાજકીય કેદીઓને
મુક્ત કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
16 ડિસેમ્બરે શેખ હસીના પરત ફરશે
શેખ હસીના 16 ડિસેમ્બરે 1971ના મુક્તિ સંગ્રામની વિજય વર્ષગાંઠ નિમિત્તે બાંગ્લાદેશ પરત
ફરવાના છે, જેને લઈને આગામી દિવસોમાં
તણાવ વધુ વકરે તેવી શક્યતા છે. તેમની વાપસીની માંગ સાથે અવામી લીગ સક્રિય બની છે
અને મંગળવારે દેશમાં મશાલ સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બુધવારથી વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની શકે તેવી શક્યતાઓ છે.
બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનો અને રાજકીય અરાજકતાની સ્થિતિ
શેખ હસીનાના પરત ફરવાના એલાન અને વધતા રાજકીય તણાવ વચ્ચે
બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ શફીકુર્રહમાન પોતાનો ઑસ્ટ્રેલિયા-મલેશિયાનો
પ્રવાસ ટૂંકાવીને દેશ પરત ફરી રહ્યા છે. આજે તેઓ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની
વાપસી અને દેશની વર્તમાન તણાવભરી સ્થિતિ અંગે વડાપ્રધાન તારિક રહેમાન સાથે મુલાકાત
કરવાના છે.
અવામી લીગે માંગણી સરકાર સમક્ષ રાખી
અવામી લીગની કેટલીક માંગણીઓ છે, જેમાં શેખ હસીના સામે
નોંધાયેલા કેસ પરત ખેંચવામાં આવે અને રાજકીય હેતુથી પ્રેરિત નિર્ણયો રદ્દ કરવામાં
આવે તેવી માંગ કરી છે. અવામી લીગ પરના પ્રતિબંધો હટાવી લેવામાં આવે અને રાજકીય
પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ છે. દેશમાં મોંઘવારી પર અંકુશ
લાવવામાં આવે, બંધ ઉદ્યોગો ફરીથી શરૂ થાય, બેરોજગારોને રોજગારી આપવામાં આવે,
નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ કરી છે.