બિહારમાં જવેલરી શો રૂમમાંથી બંદૂક કી નોક પે 40 કરોડના ઘરેણાંની લૂંટ
JDU નેતા રાજેશ કુશવાહાના જવેલરી શો રૂમમાં 40 કરોડના દાગીનાની ચોરી, લૂંટારૂઓએ ફરીથી ધાડ પાડવાની ધમકી આપી, ચહેરો ઢાંક્યા વગર 8 શખ્સો ઘુસ્યા હતા શો રૂમમાં,
બિહારના બેટીયામાં 40 કરોડના દાગીનાની દિલઘડક લૂંટની વારદાત
સામે આવી છે. બેટીયામાં જેડીયુ નેતા રાજેશ કુશવાહાના ગોલ્ડ શો રૂમમાંથી કરોડો
રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ થઈ છે. ત્રણ બાઈક પર આવેલા 8 જેટલા શખ્સોએ આ ઘટનાને
અંજામ આપ્યો છે. તમામ 8 બદમાશો પોતાની સાથે હથિયારો લઈને લૂંટ મચાવવા આવ્યા હતા.
બદમાશોએ બંદૂક દેખાડી ફિલ્મી સ્ટાઈલમાં 40 કરોડની લૂંટ
શો રૂમમાં પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ કે બદમાશ લૂંટારૂઓએ લગભગ
15 જ મિનિટમાં આખો ખેલ પાડી દીધો હતો, જવેલરી શોપના માલિક અને જેડીયુ નેતા રાજેશ
કુશવાહાએ માહિતી આપી હતી કે 40 કરોડ સુધીના દાગીનાની લૂંટ થઈ છે. શો રૂમમાં
પ્રવેશતા જ શખ્સોએ હાજર કર્મચારીઓને બંધક બનાવી દીધા હતા અને સૌને એક જગ્યાએ
બેસાડી દીધા હતા. એ પછી ફિલ્મી સ્ટાઈલમાં તમામના મોબાઈલ પણ છીનવી લીધા અને લૂંટની
ઘટનાને આરામથી અંજામ આપ્યો. જતા જતા લૂંટેરાઓ એવી ધમકી પણ આપી હતી કે આ તો હજુ
ટ્રેલર છે. ફિલ્મ હજુ બાકી છે, અમે ફરીથી આવીશું
શો રૂમની બાજુમાં પૂર્વ ડેપ્યુટી સીએમનું ઘર
બિહારના બેટીયામાં જે સ્થળે લૂંટની ઘટના બની છે તે શો રૂમની
બરાબર બાજુમાં જ પૂર્વ ડેપ્યુટી સીએમ રેણુ દેવીનું ઘર આવેલુ છે. ઘટનાની જાણ થતાં
તેઓ પણ ઘટનાસ્થળે તાબડતોબ પહોંચી ગયા હતા. આ ઉપરાંત DIG અને SSP સમગ્ર ઘટનાની
તપાસ કરી રહ્યા છે.
શો રૂમના 2 કર્મચારીઓ પર પણ કર્યો હુમલો
લૂંટારૂઓએ ઘટનાને અંજામ આપતા સમયે 2 લોકો પર હુમલો પણ કર્યો
હોવાની માહિતી મળી રહી છે. શોરૂમના
કર્મચારીઓના જણાવ્યા અનુસાર, લૂંટારાઓ દુકાનમાં
રાખેલી લગભગ તમામ જ્વેલરી અને રોકડ લૂંટીને લઈ ગયા. બદમાશોએ એક કર્મચારીને બંદૂકની
બટ મારીને ઘાયલ પણ કર્યો.શોરૂમમાં હાજર એક
મહિલાએ જણાવ્યું કે જતા-જતા ગુનેગારોએ કહ્યું કે 'આ તો માત્ર ટ્રેલર છે, અમે ફરી આવીશું.'
પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ કરી રહી છે તપાસ
આ ઘટના કાલીબાગ
પોલીસ સ્ટેશન વિસ્તારની છે. માહિતી મળતાની સાથે જ DIG હરકિશોર રાય, SP કુમાર ગૌતમ અને DSP અજિત કુમાર સહિત
અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ
કર્યું અને કર્મચારીઓની પૂછપરછ કરી.