Bisleri ની સત્તાવાર સ્પષ્ટતા: બે અલગ રિપોર્ટમાં વિરોધાભાસનો કંપનીનો દાવો
બિસ્લેરી કંપની દ્વારા સત્તાવાર સ્પષ્ટતા, રેફરલ અને સ્વતંત્ર લેબના રિપોર્ટમાં વિરોધાભાસનો કંપનીનો દાવો, 14 માસ જૂની ઘટના, ગોવાના પ્લાન્ટમાંથી લીધા હતા નમૂના.
પેકેજ્ડ ડ્રિકિંગ વોટર કંપની બિસ્લેરીએ FSSAI ની કાયદાકીય કાર્યવાહી અને પાણીના સેમ્પલ
ટેસ્ટમાં ફેઈલ થવા અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યુ છે. કંપનીએ બચાવમાં નિવેદન
આપ્યુ છે કે આ ઘટના 14 માસ પહેલાની છે અને રેફરલ અને સ્વતંત્ર બંને લેબમાં
બિસ્લેરીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. FSSAI એ બિસ્લેરીના સેમ્પલ 2 વખત ફેલ થતા કાર્યવાહી કરી હતી અને
બિસ્લેરી કંપની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.
ગોવા પ્લાન્ટમાંથી 6 નમૂના લીધા હતા, જેમાં 5 સેમ્પલ ખરા ઉતર્યા હતા
બિસ્લેરી કંપનીએ આજે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યુ
છે કે 14 મહિના જૂનો મામલો છે, ગત વર્ષે સપ્ટેમબર માસમાં બિસ્લેરીના નમૂના લેવામાં
આવ્યા હતા. ગોવા પ્લાન્ટમાંથી 6 સેમ્પલ લીધા હતા, જેમાંથી 5 સેમ્પલ ગુણવત્તાના તમામ
માપદંડો પર સંપૂર્ણપણે ખરા ઉતર્યા હતા, જ્યારે અન્ય એક સેમ્પલમાં બ્રોમેટનું
પ્રમાણ 12 માઈક્રોગ્રામ પ્રતિ લિટર નોંધાયુ હતુ, જે નિર્ધારિત 10 માઈક્રોગ્રામની
મર્યાદા કરતા વધારે હતુ.

સ્વતંત્ર લેબમાં તપાસ કરાવતા સંપૂર્ણ સુરક્ષિત હોવાનું સામે આવ્યુ
કંપનીના જણાવ્યા અનુસાર, નવેમ્બર 2025માં અપીલ કર્યા બાદ સેમ્પલને રેફરલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં તપાસ દરમિયાન બ્રોમેટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદામાં હોવાનું જણાયું હતું, પરંતુ પાણીમાં પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સની હાજરી હોવાનું જણાવાયું હતું. બંને લેબોરેટરીના રિપોર્ટમાં વિરોધાભાસ જોવા મળતાં બિસલેરીએ FSSAI દ્વારા માન્યતા પ્રાપ્ત સ્વતંત્ર લેબોરેટરીમાં એ જ બેચના પાણીની ફરીથી તપાસ કરાવી હતી. આ તપાસમાં પાણી તમામ સુરક્ષા માપદંડો પર સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું.


પીવાના પાણીની સુરક્ષા કંપનીની પ્રાથમિકતા: બિસ્લેરી
બંને લેબોરેટરીના
રિપોર્ટમાં તફાવત જોવા મળ્યા બાદ કંપનીએ FSSAI દ્વારા માન્યતા
પ્રાપ્ત એક બાહ્ય લેબોરેટરીમાં ગોવા ફેક્ટરીમાં તૈયાર થયેલા એ જ તારીખ અને એ જ
લોટના પાણીના સેમ્પલની ફરીથી તપાસ કરાવી હતી. આ પરીક્ષણમાં પાણી તમામ માપદંડો પર
સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું. કંપનીએ જણાવ્યું છે કે, 'પીવાના પાણીની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અમે ગુણવત્તા પર સતત કડક
નજર રાખીએ છીએ અને આ મામલાને યોગ્ય નિયમનકારી પ્રક્રિયા દ્વારા ઉકેલવા માટે FSSAI સાથે સહયોગ કરવાનું ચાલુ રાખીશું.'
FSSAI એ રવિવારે કંપની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી
ગોવા પ્લાન્ટ સાથે
જોડાયેલા આ મામલે લગભગ 9 મહિના સુધી કોઈ મોટી કાર્યવાહી અંગે માહિતી
સામે આવી ન હતી. જોકે, રવિવારે FSSAIએ જાહેરાત કરી હતી
કે બે અલગ-અલગ લેબોરેટરીમાં કરવામાં આવેલા પરીક્ષણોમાં પાણીના સેમ્પલ ફેલ થયા
હોવાથી હવે બિસલેરી સામે કોર્ટમાં કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.