બિસ્લેરીનું પાણી હાનિકારક: કેન્સરના તત્વો મળતા FSSAI દ્વારા કેસ થાય તેવી શક્યતા
પેકેજ્ડ વોટર કંપની બિસ્લેરીનું પાણી શુદ્ધ નથી, કેન્સરનું ખતરનાક તત્વ બ્રોમેટ મળી આવતા હડકંપ, FSSAI દ્વારા કેસ કરી કાર્યવાહી કરાશે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જાણીતી પેકેજ્ડ વોટર કંપની બિસ્લેરી ઈન્ટરનેશનલ
સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે કારણ કે બિસ્લેરીમાં અસુરક્ષિત પેકેજ્ડ
ડ્રિંક વેચવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસમાં મર્યાદા કરતા વધુ બ્રોમેટ મળી આવ્યુ
FSSAI ની તપાસમાં
બિસ્લેરી ઈન્ટરનેશનલના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના નમૂનામાં મર્યાદિત કરતા વધુ
પ્રમાણમાં બ્રોમેટ અને પોલીન્યુક્લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન્સ મળી આવ્યા છે. જેના
કારણે આ પાણીને સ્વાસ્થ્ય માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યુ છે. પ્રથમ તપાસમાં
પાણીમાં 'બ્રોમેટ'
ની માત્રા નિર્ધારિત મર્યાદા કરતા વધુ મળી આવી
હતી. કંપનીએ તેના પર વાંધો ઉઠાવતા બીજી વખત તપાસ કરવામાં આવી, પરંતુ તેમાં પણ પાણી અસુરક્ષિત જણાયું અને તેમાં કેન્સર પેદા કરતા 'PAHs' જેવા જોખમી તત્વો મળી આવ્યા.
બિસ્લેરી કંપનીના પરિસરમાંથી જ લીધા હતા નમૂના
ખાસ વાત એ છે કે
પાણીના આ સેમ્પલ બજારમાંથી નહીં, પરંતુ સીધા
બિસ્લેરી કંપનીના પરિસરમાંથી જ લેવામાં આવ્યા હતા. બ્રોમેટ અને PAHs બંનેને કેન્સર સાથે જોડાયેલા પદાર્થોની
શ્રેણીમાં રાખવામાં આવે છે. 50 વર્ષથી વધુ જૂની આ બ્રાન્ડ સામે ફૂડ સેફ્ટી એક્ટ,
2006 હેઠળ કેસ ચલાવવામાં આવશે.
FSSAI દ્વારા બેવરેજિસ કંપનીઓની તપાસ
આ ઘટના એવા સમયે
સામે આવી છે, જ્યારે FSSAI વિવિધ બેવરેજ
કંપનીઓની તપાસ કરી રહ્યું છે. અગાઉ જૂન મહિનામાં FSSAI એ 'એનર્જી ડ્રિંક'ના લેબલના ઉપયોગ પર વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે આ પીણાંમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે, અને આવા લેબલથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાઈ શકે છે.