દિગ્ગજ બોક્સર મેરી કૉમને પૂર્વ પતિ સાથે પ્રોપર્ટી વિવાદને લઈ કોર્ટની નોટિસ
બોક્સર મેરી કૉમ પૂર્વ પતિને લઈ ધક્કે ચઢ્યા, કારૂંગ ઓન્ખોલેરે દિલ્હીની સાકેત કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો, મેરી કૉમે પૂર્વ પતિ પર કરોડોની છેતરપિંડી અને મંજૂરી વિના પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાનો આરોપ લગાવ્યો, ઓન્ખોલેરે તમામ આરોપો નકારી કાઢ્યા.
દેશની જાણીતી
બોક્સર અને સલમાન ખાનના શો 'બિગ બોસ 20'માં આવેલી મેરી કોમ ફરી એક વખત ચર્ચામાં આવી છે,
પરંતુ આ વખતે તે કોઈ શો કે નિવેદન માટે નહીં પણ
તેના પૂર્વ પતિ સાથેના વિવાદના કારણે ચર્ચામાં આવી છે. બોક્સર વિરુદ્ધ એક્સ-પતિ કારૂંગ
ઓન્ખોલેરે માનહાનિની ફરિયાદ નોંધાવી છે, જેમાં દિલ્હીની સાકેત કોર્ટે મેરી કોમને નોટિસ ફટકારી છે.
કારૂંગ ઓન્ખોલેરના
માનહાનિ કેસમાં આજે મેરી કોમના પૂર્વ પતિ ઓન્ખોલેર અને અન્ય સાક્ષીઓએ પોતાનું
નિવેદન નોંધાવ્યું છે. ઓન્ખોલેરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કથિત રૂપે કરવામાં આવેલી
ટિપ્પણીના સંબંધમાં દિલ્હીની સાકેત કોર્ટમાં મેરી કોમ વિરુદ્ધ માનહાનિની ફરિયાદ
નોંધાવી છે. આ કેસમાં આગામી સુનાવણી 21 ડિસેમ્બરે થશે.
શું બોલ્યા હતા
મેરી કૉમ ?
બોક્સર મેરી કૉમે
પૂર્વ પતિ પર આરોપો લગાવ્યા હતા કે, તેણે મેરી કૉમ દ્વારા બોક્સિંગમાંથી કમાયેલા કરોડો રૂપિયાની છેતરપિંડીનો દાવો
કર્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો કે, પ્રોપર્ટી ગીરવે મૂકીને બોક્સરના નામે લોન લેવામાં આવી હતી. મેરી કૉમે એમ પણ
કહ્યું હતું કે, તેની મંજૂરી વિના
પ્રોપર્ટીને ઓન્ખોલેરના નામે ટ્રાન્સફર કરાવવામાં આવી હતી.જોકે, ઓન્ખોલેરે પોતાના
પર લાગેલા આરોપોને સ્પષ્ટ નકારી દીધા છે. ઓન્ખોલેરે મેરી કૉમને તેના પર લગાવેલા આરોપોને સાબિત કરવા માટે પડકાર પણ
ફેંક્યો છે અને આ મામલાને કોર્ટ સુધી લઈ ગયો છે. હવે ઓન્ખોલેરે મેરી કૉમ પાસે માફી અને વળતરની માંગ કરી છે.