ફરી એક વખત અમેરિકામાં સાયબર હુમલો, CIA ની સિસ્ટમ હેક
CIA પર રહસ્યમય સાયબર હુમલો, હેકર્સે મહત્વની ગુપ્ત માહિતી એકત્રિત કરી લીધી, ODNI પર પણ પડી અસર, અમેરિકાના ગુપ્તચર નેટવર્કની સુરક્ષા પર સવાલ.
અમેરિકન ગુપ્તચર એજન્સી CIA પર રહસ્યમય
સાયબર અટેકના અહેવાલોથી સમગ્ર વિશ્વ હચમચી ગયુ છે. હેકર્સે એવી ગુપ્તચર સિસ્ટમને
હેક કરી છે કે જેમાં સોશિયલ મીડિયા, સેટેલાઈટ તસ્વીરો અને જાહેર સ્ત્રોતોમાંથી
એકત્ર માહિતી હતી. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ સાયબર
હુમલાની અસર ઓફિસ ઓફ ધ ડિરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ (ODNI) પર પણ પડી છે. આ ઘટના બાદ અમેરિકાના ગુપ્તચર
નેટવર્કની સુરક્ષાને લઈને નવી ચિંતાઓ ઊભી થઈ છે. CIA ની આ સિસ્ટમનો
ઉપયોગ વિશ્વભરમાં સંભવિત ખતરાઓ ઓળખવા અને મહત્વની માહિતી એકત્ર કરવા માટે થતો હતો.
આ સાયબર હુમલા પાછળ કોનો હાથ છે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. ન્યુયોર્ક ટાઈમ્સના
રિપોર્ટમાં પણ હેકર્સે સિસ્ટમમાં કઈ પદ્ધતિથી પ્રવેશ કર્યો તે અંગે કોઈ ખુલાસો
કરાયો નથી. તાજેતરના સમયમાં અમેરિકામાં સાયબર હુમલા અને ટેકનિકલ ખામીઓની ઘટનાઓ વધી
રહી છે, જેમાં આ ઘટનાને ગંભીર
માનવામાં આવી રહી છે. અગાઉ અમેરિકન કૃષિ વિભાગમાં પણ સાયબર સેંધમારી થઈ હતી, જ્યારે FBI માં બે અલગ-અલગ
સાયબર હુમલા સામે આવ્યા હતા.
આ ઉપરાંત પેન્ટાગોન અને અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગ પણ
તાજેતરની સાયબર ઘટનાઓથી પ્રભાવિત થયા છે. થોડા દિવસો અગાઉ હેકર્સે FBI ના નેશનલ ક્રાઈમ ઈન્ફોર્મેશન સેન્ટર (NCIC) ડેટાબેઝને નિશાન બનાવ્યો હતો, જેના માધ્યમથી ફેડરલ, સ્ટેટ અને
રિજનલ કાયદાકીય એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે થાય છે. NCIC પર આ બીજો સાયબર હુમલો હતો.
અમેરિકામાં 12થી 17 નવેમ્બર દરમિયાન અનેક સરકારી એજન્સીઓ અને કંપનીઓની
સિસ્ટમમાં ખામીઓ આવી. તેના કારણે બેન્કિંગ, ઉડ્ડયન, હોટેલ બુકિંગ અને ઑનલાઇન સેવાઓ પ્રભાવિત થઈ. આ ઘટનાઓ અગાઉ
અમેરિકામાંમાઈક્રોસોફ્ટને
મોટા આઉટેજનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે
તેની અનેક સેવાઓ 36 કલાક સુધી ઠપ
રહી હતી. તે દરમિયાન યુઝર્સ આઉટલુક, ટીમ્સ અને અન્ય
ઓફિસ એપ્સનો ઉપયોગ કરી શક્યા ન હતા. આઉટલુક, ટીમ્સ અને
કોપાઇલટ ઠપ થઈ ગયા. ઈમેલ અને ઓફિસનું કામકાજ પ્રભાવિત રહ્યું. ખામી 14 નવેમ્બર સુધી ચાલુ રહી.
માઇક્રોસોફ્ટના ડિજિટલ ડિફેન્સ રિપોર્ટ 2026 મુજબ, વિશ્વના ટોચના-7 સાયબર હુમલાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા ટોચ પર છે. જ્યારે
ભારત સાતમા ક્રમે છે. વિશ્વભરમાં ટ્રેક કરવામાં આવેલા સાયબર જોખમોમાં ભારતનો
હિસ્સો 2.5% રહ્યો.