ફેરનેસ ક્રીમની આડઅસરો: તિરૂવનંતપુરમમાં યુવતી ICU માં દાખલ
વધુ પડતી ફેરનેસ ક્રીમ લાવી શકે છે આડઅસરો, તિરૂવનંતપુરમની ચોંકાવનારી ઘટના, ફેરનેસ ક્રીમના કારણે કિડની પર ગંભીર અસર, યુવતી ICU માં દાખલ.
તિરૂવનંતપુરમમાં યુવતીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની
વાતમાં આવી જઈને ફેરનેસ ક્રીમનો ઉપયોગ કરતા તેણે મુસીબતને વણજોઈતુ નોતરૂં આપી દીધુ
હતુ. 18 વર્ષીય યુવતીએ સોશિયલ મીડિયા પર પિમ્પલ્સ અને ફેરનેસ માટે વપરાતી ક્રીમની
આડઅસરનો જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે. વધુ પડતા કેમિકલ્સનો ઉપયોગ હાનિકારક
સાબિત થઈ શકે છે, તેનું ઉદાહરણ કેરલના તિરૂવનંતપુરમમાં સામે આવ્યુ છે.
સોશિયલ મીડિયા પર જાહેરાત બાદ મંગાવ્યુ હતુ ક્રીમ
18 વર્ષીય યુવતીને ઈન્સ્ટાગ્રામ પર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર
દ્વારા જાહેરાત કરેલ ફેરનેસ ક્રીમ ઉપયોગ કરવાનું ઘેલુ લાગ્યુ હતુ, જેને લઈ તેણે ઓગસ્ટ
2025 થી ફેરનેસ ક્રીમ ઉપયોગમાં લેવાનું શરૂ કરી દીધુ હતુ, એક જ વર્ષમાં ત્રણ
ફેરનેસ ક્રીમના ડબ્બા ખાલી કરી દીધા હતા, ફેરનેસ ક્રીમનો ઉપયોગ શરૂ કર્યાના ત્રણ-ચાર
માસ બાદ તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી. શરૂઆતમાં યુવતીને બ્લડ
પ્રેશર ડ્રોપ થઈ જવાની પણ સમસ્યા રહેતી હતી, યુવતીને પગમાં ધ્રુજારી આવવી અને ચક્કર
આવવાની પણ સમસ્યા થતી હતી. બાદમાં એક દિવસ યુવતી અચાનક બેભાન થઈ જતા તેને ICU માં દાખલ કરવાની ફરજ પડી હતી.
લેબમાં તપાસ દરમિયાન વધુ પડતી માત્રામાં મરક્યુરી મળી
ડૉક્ટર્સ દ્વારા વધુ તપાસમાં કોસ્મેટિક અને ફેરનેસ ક્રીમને
લઈને પૃચ્છા કરવામાં આવી હતી, બાદમાં યુવતીએ તે ક્રીમનો ડબ્બો આપી દીધો હતો, જેની લેબમાં
યોગ્ય તપાસ કરવામાં આવતા તેમાં અયોગ્ય માત્રામાં મરક્યુરી ધાતુ મળી આવી હતી, જેને કારણે
યુવતીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી. યુવતીએ વધુમાં જણાવ્યુ હતુ કે
તેને શરીર પર સોજા આવવા સહિતની સમસ્યાઓ પણ અગાઉ થઈ હતી.
ક્રીમ પુરી પાડનાર કંપની સામે કેસ કરવાની પરિવારની તૈયારી
લેબમાં તપાસ કરતા ક્રીમમાં અતિશય માત્રામાં મરક્યુરી એટલે
કે લિકવિડ મેટલ મળ્યુ હતુ, જે સ્કિનના માધ્યમથી કિડની સુધી પહોંચ્યુ હતુ. કિડનીના
ફિલ્ટરિંગ યુનિટ પર તેની અસર જોવા મળી હતી, જેના કારણે યુરિનના માધ્યમથી બહુ જ
મોટા પ્રમાણમાં પ્રોટિન ઘટવા લાગ્યુ હતુ. હાલમાં પરિવારે ક્રીમ પુરી પાડનાર કંપની
સામે કેસ કરવાની તૈયારી કરી લીધી છે.