બંગાળની ખાડીમાં ચક્રવાતનું સંકટ, આવતીકાલથી પવન સાથે ભારે વરસાદની આગાહી
બે માસમાં ત્રીજુ ચક્રવાત બન્યુ બંગાળની ખાડીમાં, ચક્રવાતનું નામ ઈરાને ‘અકવાન’ સૂચવ્યુ છે. ઉત્તરના રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની હવામાન વિભાગની આગાહી
ફરી એક વખત બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને
વાવાઝોડાનું સંકટ તોળાયુ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ આ પ્રેશર આવતીકાલ સુધીમાં
ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. 16
નવેમ્બરે બંગાળની
ખાડીમાં ચક્રવાત સ્વરૂપ ધારણ કરશે. છેલ્લા કેટલાય દિવસોમાં બંગાળની ખાડીમાં આ
ત્રીજુ ચક્રવાત સર્જાયુ છે. જેની અસરના કારણે દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે
વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઓરિસ્સામાં મુશળધાર વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાના કારણે આંધ્ર
પ્રદેશ, તમિલનાડુ અને ઓરિસ્સા સહિતના રાજ્યોમાં પવન સાથે મુશળધાર વરસાદ વરસે તેવી
શક્યતા છે. દક્ષિણ ભારતની
સ્થિતિ જોઈએ તો 16થી 19 નવેમ્બર દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વરસાદ વરસશે. આ ઉપરાંત કેરળ, લક્ષદ્વીપમાં
તેમજ 19 નવેમ્બર સુધી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં મેઘમહેર થશે. આવતીકાલે
તમિલનાડુ, પુડુચેરી અને
કરાઈકલમાં તથા 16થી 19 નવેમ્બર દરમિયાન કેરળમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે,
જ્યારે 18 અને 19 નવેમ્બરે દરિયાકાંઠાના
આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ ખાબકશે.
19 નવેમ્બર સુધી
આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વ્યાપકથી લઈને ભારે વરસાદ પડશે, જેમાં 13થી 16
નવેમ્બર વચ્ચે વરસાદનું જોર વધુ રહેશે. અહીં 13થી 17 નવેમ્બર દરમિયાન ગાજવીજ, વીજળીના કડાકા અને
તેજ પવન સાથે વરસાદ વરસશે, જ્યારે 18 અને 19 નવેમ્બરે પણ તેજ પવન
ફૂંકાવાનું ચાલુ રહેશે. આ સાથે જ 18 અને 19 નવેમ્બર દરમિયાન ગંગાના મેદાની પશ્ચિમ
બંગાળ અને ઓડિશામાં વરસાદ પડશે, જેમાંથી ઓડિશામાં આ બંને દિવસોમાં ભારે વરસાદ
અને 19 નવેમ્બરે ગંગાના મેદાની પશ્ચિમ બંગાળમાં તોફાની પવન ફૂંકાવાની આગાહી
કરવામાં આવી છે.
https://x.com/Indiametdept/status/2121171526603182403?a=JyBMrc-OU6h1-TIxCyQ&s=20
જમ્મુ કશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા શરૂ, ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી
તો બીજી તરફ ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થઈ છે. જમ્મુ
કશ્મીરના ઉંચાઈવાળા ભાગોમાં હિમવર્ષા શરૂ થઈ છે. તેના કારણે ખીણ વિસ્તારના
તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે હજુ પણ વ્યાપક હિમવર્ષા થવાનું એલર્ટ
આપ્યુ છે. હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પિતિ વેલીમાં, રોહતાંગ, શિંકુલા અને બારાલાચા
પાસ પર બરફવર્ષાને કારણે વાહનોની અવર-જવર રોકી દેવામાં આવી છે. તો ઉત્તરાખંડના સાત
જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. દહેરાદૂન, ટહેરી, ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ,
ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી
છે.