SCO સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુદ્ધ-અશાંતિ પર ચર્ચા કરી
દિલ્હીના પુરાણા કિલ્લામાં પ્રથમ શાંઘાઈ સહકાર સંગઠન સિવિલાઈઝેશનલ ડાયલોગ ફોરમનું ઉદ્ઘાટન, પાકિસ્તાની મંત્રી રહ્યા હાજર, દુનિયામાં પરસ્પર સહયોગથી વૈશ્વિક શાંતિ બની રહેશે: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પુરાણા કિલ્લામાં
પ્રથમ શાંઘાઈ સહકાર સંગઠન સિવિલાઈઝેશનલ ડાયલોગ ફોરમનું ઉદ્ઘાટન કર્યુ. આ પ્રસંગે તેમણે કહ્યું કે દુનિયા હાલમાં
ઉથલપાથલના સમયમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં સાંસ્કૃતિક સહયોગ અને પરસ્પર
જોડાણથી વૈશ્વિક શાંતિનો માર્ગ વધુ મજબૂત બની શકે છે. PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે દુનિયામાં
યુદ્ધ અને અશાંતિ અંગેની ચર્ચા હાવી છે, ત્યારે ભારતમાં સભ્યતાઓ વચ્ચે સંવાદ થઈ રહ્યો છે. વૈશ્વિક શાંતિ માટે
સાંસ્કૃતિક જોડાણ જરૂરી છે. મોદીએ પુરાણા કિલ્લા અને ભારતના સભ્યતાગત વારસાનો
ઉલ્લેખ કરતાં કહ્યું કે અહીં આપવામાં આવતી પ્રેમ અને એકતાની શીખ પ્રાચીન હોવા
ઉપરાંત સાર્વત્રિક પણ છે.
20થી 22 નવેમ્બર સુધી ચાલનારા આ ફોરમમાં પાકિસ્તાનના
જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ સમન્વય મંત્રી મુસાદિક મસૂદ મલિક સહિત અનેક દેશોના
પ્રતિનિધિઓ સામેલ થયા છે. ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર એવું બન્યું છે કે
પાકિસ્તાનનો કોઈ મંત્રી ભારત આવ્યો છે. ફોરમનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય અને વિદેશ
મંત્રાલય સંયુક્ત રીતે કરી રહ્યા છે.
PM મોદીએ કહ્યું કે ભારતના મહાન ગણિતશાસ્ત્રી
બ્રહ્મગુપ્તના વિચારો વિદેશો સુધી પહોંચ્યા અને સૂફી પરંપરાએ ભારતમાં કવ્વાલીને
વિકસાવી. દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનની આ પ્રક્રિયા આજે પણ ચાલુ રહેવી
જોઈએ. આવી સ્થિતિમાં SCO જેવા મંચોની ભૂમિકા
મહત્વપૂર્ણ બની જાય છે.ડિજિટલ માધ્યમોએ
સાંસ્કૃતિક જોડાણની નવી સંભાવનાઓ ઊભી કરી છે. હવે અલગ-અલગ દેશોના લોકો ગણતરીની
મિનિટોમાં એકબીજા સાથે જોડાઈ શકે છે. SCO દેશોએ આ સંભાવનાઓનો લાભ ઉઠાવવો જોઈએ.
પીએમ મોદીએ કહ્યું
કે આજે દુનિયામાં લોકો-થી-લોકો જોડાણની ચર્ચા થાય છે. લગભગ 5 હજાર વર્ષ પહેલાં સિંધુ ખીણ અને મેસોપોટેમિયા વચ્ચે વેપાર
થતો હતો. ભારત, ચીન અને મધ્ય એશિયા
વેપાર માર્ગો દ્વારા જોડાયેલા હતા. નાલંદા જેવી યુનિવર્સિટીઓ જ્ઞાનના
આદાન-પ્રદાનના કેન્દ્રો બની.PM મોદીએ કહ્યું કે SCOએ થોડા મહિના પહેલાં જ તેની સ્થાપનાનાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આવી સ્થિતિમાં
સાંસ્કૃતિક અને સભ્યતાગત સહયોગ સભ્ય દેશોના સંબંધોને વધુ મજબૂતી આપશે. તેમણે આશા
વ્યક્ત કરી કે આ મંચ દ્વારા એક નવી પરંપરાની શરૂઆત થશે અને તેને ઐતિહાસિક
બનાવવામાં આવશે.
PMએ દિલ્હીના પુરાણા
કિલ્લાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે ભારતની અદ્ભુત સાંસ્કૃતિક ધરોહર છે અને તેનો
ઇતિહાસ મહાભારત કાળ સુધી પહોંચે છે. તેમણે કહ્યું કે આ સ્થળે આયોજિત કાર્યક્રમમાં
બૌદ્ધ દર્શનની રજૂઆત અને હનુમાનજીની યાત્રા દ્વારા પ્રેમ અને એકતાનો સંદેશ આપવામાં
આવ્યો.પીએમ મોદીએ કહ્યું- આ પહેલું એસસીઓ
સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમ છે. હું આપ સૌનું અભિવાદન કરું છું. જ્યારે દુનિયામાં
યુદ્ધ અને અશાંતિ પર ચર્ચા હાવી છે, ત્યારે અમે ભારતમાં સભ્યતાઓ વચ્ચે સંવાદ કરી રહ્યા છીએ. આ એટલા માટે પણ
મહત્વપૂર્ણ છે, કારણ કે વૈશ્વિક
શાંતિ માટે સાંસ્કૃતિક જોડાણ જરૂરી છે.