ઈરાને બાયોલોજિકલ હથિયાર બનાવ્યુ તો નકશામાંથી ભૂંસાઈ જશે: ટ્રમ્પની ધમકી
અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની ચીનના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ નિવેદન, ઈરાનને ખુલ્લી ધમકી, ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન બાયોલોજિકલ વેપન્સ તૈયાર કરી રહ્યુ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ હાલ ચીનના શેનઝેનમાં APEC સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. ડૉનાલ્ડ ટ્રમ્પે ચીનની
ધરતી પરથી ઈરાનને ચેતવણી આપી છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાતના
ગણતરીના કલાકોમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યુ છે.
ટ્રમ્પનું ઈરાન પ્રત્યેનું આક્રમક નિવેદન હાલ વાયરલ થઈ રહ્યુ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન
ગેસ અને બાયોલોજિકલ હથિયારો વિકસાવવા અને અમેરિકા પર તેનો ઉપયોગ કરવા વિચાર કરી
રહ્યુ છે. આ મુદ્દે ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે કે જો ઈરાનના ખતરનાક લોકો આવા કોઈ
બાયોલોજિકલ હથિયાર બનાવશે અને તેનો અમેરિકા કે અન્ય દેશો પર ઉપયોગ પણ કરે છે તો
દુનિયાના નકશામાંથી જ ઈરાનને ભૂંસી નાખીશુ, અમેરિકા ઈરાનનો સંપૂર્ણ સફાયો કરી
નાખશે તેવી ધમકી આપી છે.
ઈરાનના કથિત હથિયાર કાર્યક્રમ અંગે ટ્રમ્પે વાત કરતા
જણાવ્યુ છે કે એવા સંકેત મળી રહ્યા છે કે ઈરાન ગેસ અને જૈવિક હથિયારોનો ઉપયોગ કરવા
અંગે ગંભીર વિચારણા કરી રહ્યુ છે, ટ્રમ્પે કહ્યુ છે કે ઈરાન માટે પરમાણુ હથિયાર
બનાવવા લગભગ અશક્ય છે જેના વિકલ્પ રૂપે ઈરાન બીજા રસ્તાઓ વિશે વિચારી રહ્યુ છે. ટ્રમ્પે
કહ્યુ કે જૈવિક હથિયારો એકદમ ખતરનાક હોય છે, આગળ શુ થાય છે તે હવે જોવાનું રહ્યુ, અમેરિકા
ઈરાનની એક એક બાબતો પર ચાંપતી નજર રાખી રહ્યુ છે. ટ્રમ્પે સખત કડક શબ્દોમાં ચેતવણી
આપી છે અને કહ્યુ છે કે ઈરાનના ખતરનાક લોકો આવુ કંઈ પણ કરે તો ઈરાનને સંપૂર્ણપણે
ખતમ કરી દઈશુ
કેટલાક રિપોર્ટ્સનું માનીએ તો અમેરિકી પ્રમુખે મોટા મોટા
અધિકારીઓને સૈન્ય ઠેકાણાઓ પર રવાના કર્યા છે, જેમાં નાણા મંત્રી સ્કૉટ બેસેન્ટનો
પણ સમાવેશ થાય છે. સ્કૉટ બેસન્ટ અમેરિકા પર આર્થિક દબાણ લાવવા અને કેટલાક
પ્રતિબંધો લગાવવા પર કામ કરી રહ્યા છે. અમેરિકા ઈરાન પર નવા હુમલાઓની તૈયારી કરી
રહ્યુ હોવાના પણ સંકેતો મળી રહ્યા છે, તેમ છતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ
ટ્રમ્પે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દીધો છે. અમેરિકા પાસે હાલમાં
પશ્ચિમ એશિયામાં સૈન્ય તાકાત વધુ મજબૂત છે. ટ્રમ્પ પ્રશાસનમાં અંદર ખાને ઈરાન
યુદ્ધને લઈને ઘણા મતમતાંતર જોવા મળી રહ્યા છે.
ચીનના શેનઝેન શહેરમાં પત્રકારોએ ટ્રમ્પને સવાલ કર્યો હતો કે
ઈરાન સંઘર્ષનો અંત લાવવા માટે શું તેઓ ચીન અને રશિયાની મદદ લેવા માંગે છે. આ
પ્રશ્નનો સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતા ટ્રમ્પે જણાવ્યું કે, 'હું મદદ માંગવા માટે આ બંને દેશો પાસે નહીં જાવ.' વધુમાં, ચીન અને
રશિયાની ભૂમિકાને બિરદાવતા તેમણે કહ્યું કે, 'ખરેખર જોવા જઈએ
તો બંને દેશોએ અમેરિકા પ્રત્યે ખૂબ સકારાત્મક વલણ દાખવ્યું છે, કારણ કે તેમણે કોઈ ગોળીબાર કર્યો નથી કે સમુદ્રમાં પોતાના
જહાજો પણ તૈનાત કર્યા નથી.' બીજી તરફ, આ સંઘર્ષના નિરાકરણ માટે આગળ જતાં તેમની સાથે કોઈ રાજદ્વારી
મંત્રણા થશે કે નહીં, તે મુદ્દે
ટ્રમ્પે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.