શું પહલગામ હુમલામાં ચીની સેટેલાઈટે કરી હતી મદદ ? વાંચો શું છે હકીકત
પહલગામ હુમલા સમયે ચીની સેટેલાઈટની શંકાસ્પદ હિલચાલ સામે આવી, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પણ હતા રડારમાં, ભારતની સ્પેસ ટેકનોલોજી અને સુરક્ષા પર ગંભીર ખતરો
બેંગાલુરૂની પ્રાઈવેટ સ્પેસ કંપનીના એનાલિસિસ રિપોર્ટમાં
ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુના પહલગામમાં થયેલા
આતંકવાદી હુમલામાં 26 નિર્દોષના મોત થયા હતા, જેના જવાબમાં ભારતે 7 મેના રોજ ઓપરેશન
સિંદૂર શરૂ કર્યુ હતુ. બેંગાલુરૂની કંપનીએ ખુલાસો કર્યો છે કે પહલગામ હુમલા પહેલા
અને આસપાસના સમયગાળા દરમિયાન ચીનના ઘણા સેટેલાઈટે પોતાની ભ્રમણ કક્ષામાં અસામાન્ય
ફેરફારો કર્યા હતા. જો કે આ ગતિવિધિથી હુમલામાં ચીનની સીધી સંડોવણી સાબિત થઈ જતી
નથી, પરંતુ ભારતની ગુપ્તચર દેખરેખ અને સ્પેસ સિક્યોરિટી અંગે ગંભીર સવાલો ઉભા થયા
છે.
15-30 એપ્રિલ 2025 દરમિયાન સેટેલાઈટ વસ્તુઓનો અભ્યાસનો રિપોર્ટ
બેંગાલુરૂની કંપનીએ 15 એપ્રિલથી 30 એપ્રિલ 2025 દરમિયાન ચીનની 1,332 અવકાશી વસ્તુઓનો અભ્યાસ કર્યો હતો, જેમાંથી 190 વસ્તુઓએ ઓછામાં
ઓછા એકવાર પોતાની કક્ષા બદલી અને 37 અસામાન્ય
ગતિવિધિઓ નોંધાઈ હતી. હુમલાના 6 દિવસ પહેલાં 16 એપ્રિલ 2025ના રોજ ચીનના 'Yaogan-35-01A'
સેટેલાઇટે
પોતાની કક્ષા બદલી હતી, જેનાથી પહેલગામ
પરથી પસાર થવાની તેની ફ્રિક્વન્સી લગભગ બમણી થઈ ગઈ. આ ઉપરાંત 22 એપ્રિલે હુમલાના દિવસે સાંજે 5:14 વાગ્યે 'Yaogan-39-01B'
અને સાંજે 5:59 વાગ્યે 'Yaogan-39-01C'
એ પણ પોતાની
કક્ષા બદલી હતી, જેનાથી પહેલગામ, શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ અને જમ્મુ પર નિગરાનીની શક્યતા વધી હતી.
ભારતની અંતરિક્ષ સુરક્ષા પર ગંભીર સવાલો
24 નવેમ્બર 2026ના રિપોર્ટ મુજબ, 10 અને 11 મે 2025ના રોજ ચીનના 'Ningxia-14',
'Gaofen-11' અને 'Yaogan-30'
સેટેલાઇટ
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો—ખાસ કરીને ભુજ, નલિયા અને
જામનગર પર કેન્દ્રિત હતા, જ્યાં
મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક, સૈન્ય અને
નૌકાદળના મથકો આવેલા છે. જાન્યુઆરી 2025થી જૂન 2026 વચ્ચે
પાકિસ્તાને 6 સેટેલાઇટ લોન્ચ કર્યા, જેમાંથી 5ના પ્રક્ષેપણ
કે ટેકનિકલ સહયોગમાં ચીનની ભૂમિકા હતી. આ સ્થિતિમાં ભારત માટે સ્પેસ ડોમેન
અવેરનેસ(Space Domain Awareness) મજબૂત બનાવવી
અને Cartosat, RISAT તથા EMISAT જેવી ક્ષમતાઓ સાથે અન્ય દેશોના સેટેલાઇટ પર સતત
નજર રાખવી અત્યંત જરૂરી બની છે.