ED ની મોટી કાર્યવાહી, દુબઈથી સૌરભ ચંદ્રાકરને દબોચ્યો
મહાદેવ બેટિંગ એપનો પ્રમોટર સૌરભ ચંદ્રાકર દુબઈથી ઝડપાયો, PMLA હેઠળ કાર્યવાહી કરીને, રાયપુરની વિશેષ કોર્ટે તેને 19.11.2026 સુધી 7 દિવસની ED કસ્ટડીમાં મોકલ્યો છે. ગેરકાયદેસર નેટવર્કમાં થતી હતી કરોડોની કમાણી.
મહાદેવ ઓનલાઈન બુક ગેરકાયદેસર બેટિંગ સિન્ડિકેટના સહ-માલિક
અને પ્રમોટર સૌરભ ચંદ્રાકરની ED દ્વારા ધરપકડ
કરવામાં આવી છે. EDએ 13.11.2026ના રોજ પ્રિવેન્શન ઓફ મની
લોન્ડરિંગ એક્ટ (PMLA)-2002ની કલમ 19 હેઠળ આ કાર્યવાહી કરી હતી.
રાયપુરની વિશેષ કોર્ટે સૌરભ ચંદ્રાકરને પૂછપરછ માટે 19.11.2026 સુધી એટલે કે 7
દિવસની ED કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ સિન્ડિકેટનો તે પ્રથમ પ્રમોટર
છે જેને ભારત પરત લાવવામાં આવ્યો છે.
https://x.com/ANI/status/2121246888032931942?a=YZLi3cpijZFu_DtRyfw&s=20
સટ્ટા માટે UAE માં બેટિંગ
પેનલની ફ્રેન્ચાઈઝી બનાવી હતી
EDની તપાસ મુજબ, સૌરભ ચંદ્રાકર અને તેનો અન્ય સાથી પ્રમોટર રવિ
ઉપ્પલ દુબઈ સ્થિત મુખ્ય મથકથી મહાદેવ ઓનલાઈન બુક નામની અનેક ગેરકાયદેસર ઓનલાઈન
બેટિંગ વેબસાઈટ્સ ચલાવતા હતા. આ માટે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં બેટિંગ પેનલની
ફ્રેન્ચાઈઝી બનાવવામાં આવી હતી. આ પ્લેટફોર્મ પર ખેલાડીઓ પાસેથી મળતી રકમ અન્ય
લોકોના નામે ખોલાયેલા બેંક ખાતાઓમાં જમા કરવામાં આવતી હતી અને ત્યારબાદ હવાલા
મારફતે ભારતની બહાર મોકલવામાં આવતી હતી.
2023 થી ભાગતો ફરતો
હતો સૌરભ ચંદ્રાકર
સૌરભ ચંદ્રાકરે
સપ્ટેમ્બર 2023માં ED તરફથી આપવામાં આવેલા સમન્સનો જવાબ નહોતો આપ્યો
અને તપાસ એજન્સીઓથી સૌરભ ચંદ્રાકર ભાગતો ફરતો રહ્યો. આ પછી વિશેષ અદાલતોની અરજી પર
4 સપ્ટેમ્બરે ED એ વોરંટ જારી કરી દીધુ હતુ. ED ના અનુરોધ પર ઈન્ટરપોલે પણ સૌરભ ચંદ્રાકર સામે
રેડ નોટિસ જાહેર કરી છે. આ વોરંટને પડકારતી અરજી પર છત્તીસગઢ હાઈકોર્ટે 22 માર્ચ,
2025 પર ચૂકાદો આપ્યો હતો, જેમાં સૌરભ ચંદ્રાકરની અરજી ફગાવી દીધી હતી.
ભારતની નાગરિકતા
છોડી દીધી હોવાનો દાવો કર્યો હતો
સૌરભ ચંદ્રાકરે
ભારતીય પાસપોર્ટ સાથે વાનુઆતુનો પાસપોર્ટ પણ રાખ્યો હતો. સૌરભે વિશેષ અદાલત સમક્ષ
એવો દાવો પણ કર્યો હતો કે 28 જૂન 2022 એ જ તેણે ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. એ
પછી ભારતમાં સૌરભ ચંદ્રાકર પરત આવી શકે તે માટે વિશેષ અદાલતે ભારત અને ઓમાન વચ્ચે
પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત ઓમાનના સુલ્તાનને અનુરોધ કર્યો હતો અને આ અનુરોધ રાજકીય
માધ્યમો દ્વારા મોકલવામાં આવ્યુ હતુ,
CBI ટીમ મસ્કતથી ભારત લાવી
મસ્કતની કોર્ટ ઓફ
અપીલે 8 ઓક્ટોબર 2026ના રોજ પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. અદાલતે નાગરિકતાને લઈને
તેની તમામ દલીલો ફગાવી દીધી હતી અને ભારતીય દૂતાવાસની પુષ્ટિના આધારે તેને ભારતનો
નાગરિક માન્યો હતો. અદાલતના રિપોર્ટ પ્રમાણે, તેને મસ્કત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી યાત્રા
દરમિયાન તેને પકડી લેવામાં આવ્યો હતો ત્યાર બાદ CBI ની ટીમ તેને
મસ્કતથી ભારત લઈને આવી હતી.