EPFO એ કર્યા PF નિયમોમાં ફેરફાર, 90 ટકા સુધીની રકમ ઉપાડી શકાશે
EPFO એ PF રૂલ્સમાં કર્યા ફેરફાર, 55 વર્ષ પહેલા નોકરીમાંથી નિવૃત્ત થાઓ તો પણ 2 જ માસમાં મળશે 90 ટકા રકમ, કોઈ પણ અનિવાર્ય સંજોગોમાં PF અમાઉન્ડ વિડ્રો કરાવી શકાશે, તમામ પૂંજી નહી વપરાઈ જાય, 10 ટકા રકમ અકાઉન્ટમાં રાખવી પડશે જમા.
EPFO એ PF ઉપાડવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નોકરી કરતા લોકો PF માંથી વધુ પૈસા ઉપાડી શકશે. EPFO એ 55 વર્ષથી ઓછી ઉંમરના કર્મચારીઓ માટે નોકરી દરમિયાન આંશિક
ઉપાડની મર્યાદા 75 ટકાથી વધારી 90 ટકા સુધીની કરી છે. જો નોકરી છૂટી જાય તો PF માંથી પૈસા ઉપાડવા માટે 1 વર્ષ સુધી નોકરી કરવાની શરત પણ
રહેશે નહી. નવા નિયમ હેઠળ PF સભ્ય બન્યાના 2
માસ બાદ જ પૈસા ઉપાડી શકો છો.
EPFO એ સામાન્ય
કર્મચારીઓની સુવિધા માટે મોટા ફેરફાર કર્યા છે. પહેલાં જમા થયેલા PFના માત્ર 75% રકમ જ ઉપાડી શકાતા હતા, પરંતુ હવે આ લીમીટ વધારીને 90% કરી દેવામાં આવી છે. પહેલાં નોકરી છૂટી જાય
અથવા કોઈ ઇમરજન્સીમાં PFના પૈસા ઉપાડવા માટે ઓછામાં ઓછું 1 વર્ષ રાહ
જોવી પડતી હતી. હવે માત્ર 2 મહિના બાદ પૈસા કાઢી શકાશે.
નવા નિયમો પ્રમાણે
જો તમે 55 વર્ષની ઉંમર પહેલા નિવૃત્ત થાઓ છો અથવા તો નોકરી છોડો છો તો આપના PF અકાઉન્ટમાંથી 2 માસ બાદ જ 90 ટકા રકમ ઉપાડી શકો
છો, અગાઉ માજ્ઞ 75 ટકા રકમ જ ઉપાડી શકાતી હતી. બેરોજગારી અથવા આંશિક ઉપાડ માટે
કોઈપણ સભ્યે EPFOમાં ઓછામાં ઓછા 12 મહિનાની સભ્યતા
પૂર્ણ કરવી પડતી હતી. હવે આ રાહ જોવાનો સમયગાળો 10 મહિના ઘટાડવામાં
આવ્યો છે. નવી વ્યવસ્થા હેઠળ માત્ર 2 મહિનાની સભ્યતા
પૂર્ણ કર્યા પછી જ તમે તમારા ફંડમાંથી પૈસા ઉપાડી શકશો. નવી યોજના હેઠળ કર્મચારી અને તેમના પરિવારની અનેક મુખ્ય
જરૂરિયાતો માટે આંશિક ઉપાડની મંજૂરી આપવામાં આવી છે. મેડિકલ સારવાર, અભ્યાસ, લગ્ન,
ઘર જેવી જરૂરિયાતો માટે ઉપાડની મંજૂરી આપવામાં આવી છે. 'EPF સ્કીમ 2026' હેઠળ આંશિક ઉપાડના તમામ જૂના અને વિખરાયેલા નિયમોને સમાવીને માત્ર ત્રણ મોટી
કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. આ ત્રણ કેટેગરી છે- જરૂરી આવશ્યકતાઓ, આવાસ આવશ્યકતાઓઅને વિશેષ પરિસ્થિતિઓ। તેનો હેતુ નિયમોને
સરળ અને પારદર્શક બનાવવાનો છે.
EPFO એ એક વાતનું ખાસ
ધ્યાન રાખ્યુ છે કે સભ્યો નિવૃત્તિ પહેલા સંપૂર્ણ બચત ખતમ ન કરી દે, તેથી ઉપાડની
મહત્તમ મર્યાદા 90 ટકા રાખવામાં આવી છે. જેથી ઓછામાં ઓછી 10 ટકા રકમ સુરક્ષિત રહે.
આ નિર્ણયથી નોકરી છૂટી જવી, મેડિકલ ઇમર્જન્સી, બાળકોના શિક્ષણ અથવા ઘર ખરીદવા જેવા મોટા ખર્ચ
દરમિયાન લોકોને હવે બાહ્ય કરજ અથવા મોંઘી પર્સનલ લોન પર નિર્ભર રહેવું નહીં પડે.
તેઓ પોતાની જ જમા મૂડીનો મોટો હિસ્સો માત્ર 2 મહિનાની સભ્યતા બાદ
ઉપાડી શકશે.