પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્યોગકારોથી નારાજ, ટેક્સમાં છૂટનો ગેરફાયદો ઉઠાવ્યાનો આરોપ
ફિક્કીના એન્યુલ સેશનમાં પ્રધાનમંત્રી મોદી ઉદ્યોગકારોથી નારાજ, ટેક્સમાં છૂટનો ઉદ્યોગકારોએ દૂરુપયોગ કર્યો, સારી ગુણવત્તાનો માલ વિદેશમાં વધુ સપ્લાય કરવાનો આરોપ, ભારતીય નાગરિકો સારી ગુણવત્તાની વસ્તુઓના યોગ્ય હકકાર: PM મોદી
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્યોગકારોથી વિમુખ થઈ
ગયા હોય તેમ લાગી રહ્યુ છે, એક કાર્યક્રમ દરમિયાન તેમણે ચર્ચાસ્પદ નિવેદન કર્યુ
છે. તેમણે ઉદ્યોગકારોને આડકતરી રીતે નિશાને લીઘા છે અને કહ્યુ કે, ‘તમને ગમે તેટલુ ખવડાવીએ તમારૂં પેટ ભરાતુ જ નથી.’PMએ આગળ કહ્યું
કે સરકારે કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડીને 22% કર્યો અને 12 લાખ રૂપિયા
સુધીની વાર્ષિક આવકને કરમુક્ત કરી. તેમ છતાં કંપનીઓએ ન તો કર્મચારીઓના પગારમાં
વધારો કર્યો અને ન તો વધુ લોકોને નોકરી આપી. PMએ ઉદ્યોગપતિઓને
પૂછ્યું, ‘શું તમે તમારા કર્મચારીઓના
પગારમાં વધારો કર્યો છે? શું તમે નોકરી
આપનારા લોકોની સંખ્યા વધારી છે? નહીં. તમારો
અભિગમ છે—મોદીજી, તમે કરો, અમે બસ જોતા રહીશું. શું વસ્તુઓ આ રીતે જ ચાલતી રહેશે?’
FICCI એટલે કે
ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ભારતના મોટા ઉદ્યોગ અને
વેપાર સંગઠનોમાંનું એક છે. તેની સ્થાપના 1927માં થઈ હતી. આ
સંગઠન દેશની કંપનીઓ, વેપારીઓ અને
ઉદ્યોગોના હિતોની વાત સરકાર સમક્ષ રજૂ કરે છે. FICCI સરકારને વેપાર, ઉદ્યોગ, રોજગાર અને અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓ પર સૂચનો પણ
આપે છે. તેનો ઉદ્દેશ દેશમાં વેપાર અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવો, રોકાણની નવી તકો ઊભી કરવી અને આર્થિક વિકાસમાં મદદ કરવી છે.
તેનું મુખ્યમથક નવી દિલ્હીમાં છે. FICCI
નું વાર્ષિક
સંમેલન અને વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી, જેનું આયોજન નવી દિલ્હીના ભારત મંડપમ
ખાતે કરવામાં આવ્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સંમેલનનું ઉદ્ઘાટન કર્યુ
અને તે સમયે જ ઉદ્યોગકારોને ટેક્સ છૂટને લઈને ટકોર કરી હતી.
FICCI માં પોતાના
સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટકોર કરી છે કે કેટલીક કંપનીઓ એવી પણ
ધ્યાનમાં આવી છે જે વિદેશમાં વધુ સારી અને ભારતમાં ઓછી ગુણવત્તાવાળા ઉત્પાદનો
બનાવે છે, આ વિચારસરણી તેઓએ બદલવી જોઈએ. ભારતીય ગ્રાહકો સારી વસ્તુઓ મળી શકે તેના
હકદાર છે. PMએ વેપારીઓને માત્ર ઘરેલુ
બજાર સુધી સીમિત ન રહેવાની અપીલ કરી. તેમણે કહ્યું કે કંપનીઓએ અન્ય દેશોની
જરૂરિયાતો અને ગ્રાહકોની પસંદગીને સમજીને ઉત્પાદનો તૈયાર કરવા જોઈએ.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યુ કે સરકાર રિફોર્મ એક્સપ્રેસના
માધ્યમથી સતત સુધારા કરી રહી છે. તેમણે વેપારીઓને નિઃસંકોચ પોતાની સમસ્યાઓ અને
સુધારાઓ સાથે જોડાયેલા સૂચનો આપવા કહ્યું. સરકાર તેમની સાથે ઊભી છે. પનીઓએ એવા ઉત્પાદનો બનાવવા જોઈએ, જે ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર હોય અને ઉપયોગમાં સરળ હોય. આ
માટે વધુ સારું સંશોધન અને નવી ટેક્નોલોજી અપનાવવી જરૂરી છે. વડાપ્રધાને વિકસિત ભારતના લક્ષ્યને માત્ર સૂત્ર નહીં, પરંતુ સંકલ્પ ગણાવ્યો. તેમણે કહ્યું કે આપણે 100 વર્ષ સુધી રાહ જોવાને બદલે એ વિચારવું જોઈએ કે આગામી 10 વર્ષમાં દેશના વિકાસ માટે શું યોગદાન આપી શકીએ.