મેટાએ અલ્ગોરિધમમાં કર્યો મોટો ફેરફાર, ઈન્સ્ટાગ્રામમાં નહી દેખાય અશ્લીલ કન્ટેન્ટ
ઈન્સ્ટાગ્રામમાં હવેથી અશ્લીલ કન્ટેન્ટ નહી દેખાય, રેકમેન્ડેશન્સમાં પણ ફેરફાર, મેટાએ નિયમોમાં કર્યા મોટા ફેરફાર, સરકારે ફેરફાર કરવા માટે કર્યુ હતુ સૂચન, AI થી સતત નજર રખાશે
ભારતમાં Meta એ નિયમોમાં
ફેરફાર કર્યો છે. જેના કારણે હવે Instagram
માં અશ્લીલ
કન્ટેન્ટ નહી દેખાય, હવે ઈન્સ્ટાગ્રામમાં કેવુ કન્ટેન્ટ દેખાશે તેના પર AI થી સતત નજર રાખવામાં આવશે. ઈન્સ્ટાગ્રામ યુઝર્સને કેવી
પોસ્ટ અને વીડિયો દેખાશે તેના પર મેટાએ રેકમેન્ડેશન અને રેન્કિંગ આપતી સિસ્ટમમાં
ફેરફાર કર્યો છે. કંપનીનું કહેવુ છે કે ઈન્સ્ટાગ્રામ યુઝર્સની પસંદ અને તેમની
એક્ટિવિટીના આધારે કન્ટેન્ટ બતાવે છે, જો કે આપત્તિજનક, સંવેદનશીલ કે ઓછી ક્વોલિટી
હોય તેવા કન્ટેન્ટને ભલામણમાંથી બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. સરકારી નિર્દેશો
પર કરવામાં આવેલ આ બદલાવ બાદ ઈન્સ્ટાગ્રામના એક્સપ્લોર, રીલ્સ અને ફીડમાં દેખાતી
ભલામણો પર અસર પડી શકે છે.
રેકમેન્ડેશનમાં પણ મોટો ફેરફાર કરાયો
મેટા અનુસાર, ઈન્સ્ટાગ્રામ જે અકાઉન્ટને યુઝર ફોલો નથી કરતા
તેનું કન્ટેન્ટ વારંવાર બતાવવામાં આવે છે આ માટે કંપની યુઝરની પસંદ, તેમની
એક્ટિવિટી અને અગાઉ જોવાયેલા કન્ટેન્ટનું ધ્યાન રાખે છે, ઉદાહરણ કરીકે જો કોઈ યુઝર
હોટેલ કે પુસ્તક સાથે જોડાયેલી પોસ્ટ જૂએ છે તો તેને ખાણી-પીણી, રેસિપી અને પુસ્તક
સાથે જોડાયેલુ કન્ટેન્ટ વધારે બતાવવામાં આવશે.
એક્સપ્લોર, રીલ્સ અને ફીડમાં ફેરફાર
મેટાએ જણાવ્યુ કે કંપની પોતાની રેકમેન્ડેશન સિસ્ટમ માટે
અમુક ખાસ નિયમોનો ઉપયોગ કરો છે. આ નિયમોનો હેતુ એવા કન્ટેન્ટને ભલામણમાં આવવાથી
અટકાવવાનો છે, જે ઓછી ગુણવત્તા વાળો, આપત્તિજનક કે વધુ સંવેદનશીલ હોય. આ માટે મેટા
ટેકનોલોજીની મદદથી નિયમોનું પાલન નથી કરતા તેવા કન્ટેન્ટ અને અકાઉન્ટની ઓળખ કરે
છે, મેટાના આ બદલાવની અસર ખાસ કરીને યુઝરને નવા અકાઉન્ટ અને કન્ટેન્ટ શોધવામાં મદદ
કરતા ઈન્સ્ટાગ્રામ એક્સપ્લોર, રીલ્સ અને ફીડમાં થશે.
ભારત સરકારે મેટાને ફેરફાર કરવા માટે સૂચન કર્યુ હતુ
ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયે 10
ઓક્ટોબરે એડવાઈઝરી જાહેર કરીને મેટાને પોતાના કન્ટેન્ટ રેકમેન્ડેશન અને રેન્કિંગ
સિસ્ટમની સમીક્ષા કરવા માટે કહ્યુ હતુ. સોશિયલ મીડિયાનો અલ્ગોરિધમ ખોટી અને ભ્રામક
માહિતી સાથે આપત્તિજનક કન્ટેન્ટને મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચાડી શકે છે તેની
સરકારને ચિંતા હતી. આ બાદ મેટાએ ભારતમાં ઈન્સ્ટાગ્રામના સિસ્ટમને સુધારવા માટે AI આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ વધાર્યો છે.