હવે કુવૈત પર ઈરાને હુમલો કરતા 2 ઈટાલિયન નાગરિકોના મોત
કુવૈત પર ઈરાને હુમલો કરતા 2 ઈટાલિયન નાગરિકોના મોત, કાટમાળ પડતા 2 ઈટાલિયન નાગરિકોના મોત, પાકિસ્તાની અને કુવૈતી નાગરિક ઘાયલ.
કુવૈતના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈરાને કુવૈત પર
ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં 2 ઈટાલિયન નાગરિકોના મોત થયા છે અને પાકિસ્તાની અને
કુવૈતી નાગરિકો ઘાયલ થયા છે. ઈટાલિયન વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્યા
ગયેલા બંને નાગરિકો એર ડિફેન્સ ટેકનિશિયન હતા, તેઓ કુવૈતમાં ડિફેન્સ કંપની માટે
કામ કરી રહ્યા હતા અને રડાર સિસ્ટમની જાળવણીની જવાબદારી સંભાળી રહ્યા હતા.
કુવૈતમાં ઈટાલીની સૈન્ય હાજરી છે. કુવૈતમાં ઈટાલીના રાજદૂત
લોરેન્ઝો મોરિનીએ જણાવ્યુ હતુ કે ઈટાલીના આશરે 400 સૈનિકો કુવૈતમાં તૈનાત છે, જે
તમામ એક એરબેઝ પર તૈનાત છે. રાજદૂતના જણાવ્યા અનુસાર, ઈરાન યુદ્ધ દરમિયાન ઈટાલીના
સૈનિકોને ઘણા સપ્તાહ સુધી બંકરો અને સુરક્ષિત સ્થળોએ રહેવુ પડ્યુ હતુ, તેમ છતાં
તેમણે પોતાની તૈનાતી ચાલુ રાખી છે.
ઈઝરાયેલી સેનાએ ચેતવણી આપી છે કે અમેરિકાની મદદ વગર પણ ઈરાન
સામે પૂરી તાકાતથી સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છે. સેનાના પ્રવક્તા એફી ડિફ્રિને
જણાવ્યુ હતુ કે સેના પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈ પણ સમયે હુમલો કરી શકે
છે. ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથો ઈરાકમાં લશ્કરી તૈયારીઓ વધારી રહ્યા છે. કતાઈબ
હિઝબુલ્લાએ પશ્ચિમ ઈરાકમાં હથિયારો અને લશ્કરી સાધનો પહોંચાડ્યા છે. કતાઈબ
હિઝબુલ્લાએ નવા ઠેકાણા પણ બનાવ્યા છે અને વધારાના લડાકુઓ તૈનાત કર્યા છે. ઈરાન પર
સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને આ તૈયારી કરવામાં આવી રહી છે. ઈરાકના સશસ્ત્ર
જૂથોએ ઈરાન પર અમેરિકન હુમલો થાય તો જવાબી કાર્યવાહી કરવાની યોજના બનાવી છે. આ જૂથ
પાસે મિસાઈલ અને ડ્રોન છે, જેનાથી તેઓ મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને
નિશાન બનાવી શકે છે.