ઈરાનના વિદેશ મંત્રીની હોર્મૂઝ ખોલવા અમેરિકા સામે શરતો
ઈરાન-અમેરિકા યુદ્ધ લડાઈ રહ્યુ છે શરતો વચ્ચે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ ખોલવા માટે અમેરિકા સામે મુકી શરતો, જો અમેરિકા શરતો માની લે તો તાત્કાલિક શરૂ થશે હોર્મૂઝ સામુદ્રધુની, અમેરિકી નૌકાદળે ખડક્યા છે યુદ્ધજહાજો.
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી શરતો લાગુ
કરવા મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે, એક તરફ ઈરાન હોર્મૂઝ ખોલવા માટે શરતો મુકી રહ્યુ
છે, તો બીજી તરફ અમેરિકા પણ ઈરાનને પરમાણુ હથિયાર ન બનાવવા મુદ્દે દબાણ કરી રહ્યુ
છે, હવે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ નિવેદન આપ્યુ છે કે જો અમેરિકા શરતો
માની લે છે તો હોર્મૂઝ ખોલી દેવામાં આવશે.
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ બંધ થતા વિશ્વમાં ઓઈલ પુરવઠા પર અસર
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની સીધી અસર વૈશ્વિક
તેલ પુરવઠા પર પડી રહી છે. વિશ્વની કુલ તેલ જરૂરિયાતના આશરે 20% હિસ્સાની હેરફેર માટે જવાબદાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં
જહાજોની અવરજવર હજુ પણ સામાન્ય થઈ શકી નથી. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ
અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ઈરાનની વ્યાજબી
શરતો સ્વીકારી લે, તો હોર્મુઝ
જળમાર્ગ ફરીથી ખોલવો મુશ્કેલ નથી.
વોશિંગ્ટન ભૂલો સ્વીકારી લે તો હોર્મૂઝ ખુલી શકે: અબ્બાસ અરાઘચી
અરાઘચીએ કહ્યું કે હોર્મુઝ સંકટ ઉકેલવા માટે વોશિંગ્ટને
પોતાની ભૂલો સ્વીકારવી પડશે અને જૂના વચનો પૂરા કરવા પડશે. ઈરાને અગાઉ રજૂ કરેલા 7 દિવસના પ્રસ્તાવમાં 3 મુખ્ય શરતો
મૂકી હતી. ઈરાની બંદરો અને હોર્મુઝ
આસપાસ અમેરિકી નૌકાદળની નાકાબંધી દૂર કરવી. ઈરાનના ક્રૂડ
ઓઈલના વેચાણ પર લાગેલા પ્રતિબંધોમાં છૂટ આપવી. અમેરિકા-ઈરાન
યુદ્ધમાં એવો યુદ્ધવિરામ લાગુ કરવો જેમાં લેબનોનનો પણ સમાવેશ થાય.
અમેરિકી રાષ્ટ્રપતિ ઈરાનની શરતોથી અસહમત
તો બીજી તરફ એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે અમેરિકી
રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ઈરાનની શરતોથી નાખુશ છે, તેમણે નિવેદન આપ્યુ છે કે ઈરાન
સાથે થઈ રહેલી કોઈ પણ સમજૂતી કે કરાર કાયમી હોવા જોઈએ, કામચલાઉ કે ટકાઉ નહી. જેનો
મુખ્ય ઉદ્દેશ્ય તહેરાનને પરમાણુ હથિયારો મેળવતા રોકવાનો હશે. ટ્રમ્પે આરોપ એવો પણ
લગાવ્યો છે કે ઈરાનનો ઈતિહાસ સમજૂતીઓ તોડવાનો જ રહ્યો છે.