નેતન્યાહુની સરકાર બનાવવાની અપીલ ફગાવાઈ, આઈઝેનકોટે કહ્યુ તમે હારી ચૂક્યા છો
ઈઝરાયલમાં નેતન્યાહુ મોટી ભીંસમાં, સરકાર રચવાના તમામ રસ્તા બંધ, છેલ્લે ગાદી આઈઝેનકોટે પણ ના કહી દીધી.
ઈઝરાયલના કાર્યકારી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાદી
આઈઝેનકોટને મળીને સરકાર બનાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે દેશની સુરક્ષા માટે
મોટી પાર્ટીઓએ સાથે મળીને કામ કરવુ જોઈએ. જો કે આઈઝેનકોટે નેતન્યાહુનો પ્રસ્તાવ
ઠુકરાવી દીધો અને કહ્યુ કે તમે ચૂંટણી હારી ગયા છો, તમારી ચાલ મારા પર કામ નહી કરી
શકે.
ગાદી આઈઝેનકોટ ઈઝરાયલના ભૂતપૂર્વ સેનાપ્રમુખ છે. રાષ્ટ્રપતિ
ઈસાક હર્ગોઝે ગત સપ્તાહે તેમને નવી સરકારની રચના માટેની જવાબદારી સોંપી હતી. આ
માટે તેમને 28 દિવસનો સમય પણ મળ્યો છે, જો જરૂર પડે તો વધુ 14 દિવસ પણ મળી શકે છે.
નેતન્યાહુએ વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યુ હતુ કે ઈરાન ફરી
એક વખત પરમાણુ કાર્યક્રમ શરૂ કરવાના પ્રયાસો કરી રહ્યુ છે. તેમણે એવો પણ આરોપ
લગાવ્યો છે કે ઈરાન ઈઝરાયલને ખતમ કરવા માંગે છે. તેથી ઈઝરાયલે ઈરાનના પરમાણુ
ખતરાને કાયમ માટે ખતમ કરવો પડશે. નેતન્યાહુએ કહ્યુ કે આ ખતરાનો સામનો કરવા માટે
દેશમાં રાષ્ટ્રીય એકતાની સરકાર બનાવવી જરૂર છે. નાની સરકાર અથવા આતંકવાદ સમર્થક
દળોના સહારે ચાલતી સરકાર આવુ કરી શકશે નહી.
ઈઝરાયલમાં કોઈને બહુમતી મળી નથી
ઈઝરાયલમાં 27 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં કોઈ પણ પક્ષને
બહુમતી મળી નહોતી, 120 સભ્યોની સંસદ સેનેટમાં નેતન્યાહુના ગઠબંધનને 53 બેઠકો મળી
હતી, આઈઝનકોટના ચાર ગઠબંધનને 48 બેઠકો મળી અને આરબ પક્ષોને 19 બેઠકો મળી છે. ચૂંટણી
બાદ જ્યારે રાષ્ટ્રપતિએ સાંસદો પાસે સમર્થન માંગ્યુ ત્યારે તેમણે ગાદી આઈઝેનકોટને
સમર્થન કર્યુ હતુ., જ્યારે 46 સાંસદો જ નેતન્યાહુની સાથે હતા, આના આધારે જ
આઈઝેનકોટને સરકાર બનાવવા માટે પ્રથમ તક મળી છે.
આવતીકાલે સેનેટ નવા સ્પીકરની પસંદગી કરશે
ઈઝરાયલની સંસદમાં સેનેટ મંગળવારે પોતાના નવા સ્પીકરની
પસંદગી કરશે, હાલમાં આ પદ નેતન્યાહુના સહયોગી આમિર ઓહાનાના પાસે છે. વિપક્ષે તેમની
જગ્યાએ ભૂતપૂર્વ સૈન્ય અધિકારી મટન કહાનાને ઉમેદવાર બનાવ્યા છે. નવી સરકાર
બનાવવાના પ્રયાસો સંદર્ભમાં આ ચૂંટણી મહત્વપૂર્ણ બની રહેશે.