જેન્સન હુઆંગની NVIDIA ના CEO તરીકે ફરીથી ઘરવાપસી, તપાસ ચાલુ રહેશે
અમેરિકી પ્રમુખના દબાણથી જેન્સન હુઆંગની ઘરવાપસી. ચીની મહિલા સાથે અફેર અને જાસૂસીના આરોપ બાદ રાજીનામુ આપ્યુ હતુ, કંપનીના બોર્ડે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ ન હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
વિવાદોથી ઘેરાયેલા NVIDIA ના CEO નો હાઈટેક
કોર્પોરેટ અફેર ડ્રામાનો આખરે અંત આવ્યો છે. આ અંત ટ્રમ્પ અને મસ્કના દબાણથી CEO પદે ફરીથી જેન્સન હુઆંગને નિયુક્ત કરીને આવ્યો છે. શંકાસ્પદ
ચીની જાસૂસ સાથે અફેરના વિવાદ બાદ રાજીનામું આપનાર જેન્સન હુઆંગને કંપનીના બોર્ડે
સર્વસંમતિથી ફરી એકવખત CEO અને બોર્ડ
મેમ્બર તરીકે નિયુક્ત થયા છે. જે બોર્ડે 17 નવેમ્બરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતુ કે
હુઆંગને પરત લેવાનો કોઈ જ ઈરાદો નથી, તે જ બોર્ડે માત્ર 6 જ દિવસમાં પોતાનો નિર્ણય
ફેરવી તોળ્યો છે અને જેન્સન હુઆંગને ફરી એ જ પદે પાછા બિરાજીત કર્યા છે. આ નિર્ણય આવતાની સાથે જ પ્રી-માર્કેટ
ટ્રેડિંગમાં Nvidiaના શેર 30%થી વધુ
ઉછળ્યા છે.
હુઆંગ અને અમેરિકન
સરકારના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે મંત્રણાના પગલે બોર્ડે તાત્કાલિક અસરથી તેમની પુન:
નિમણૂકને મંજૂરી આપી છે. બોર્ડે જણાવ્યું હતું કે તેમને હુઆંગે આપેલી સમજૂતીથી
સતોષ થયો છે અને કંપનીને દોરી જવાની તેમની ક્ષમતામાં તેમને વિશ્વાસ છે. કંપનીના
બોર્ડે જણાવ્યું હતું કે અમેરિકન સરકારી અધિકારીઓ પાસેથી મળેલી માહિતીના આધારે
તેમને વિશ્વાસ બેઠો છે કે હુઆંગના પરત ફરવાથી રાષ્ટ્રીય સુરક્ષા પર કોઈ જોખમ નહીં
સર્જાય. હુઆંગના પરત ફરવાના કારણ એનવિડિયાનો શેર 32 ટકા જેટલો ઉછળ્યો હતો. આ શેર
હુઆંગની કબૂલાત પછી લગભગ 33 ટકા તૂટયો હતો. જ્યારે નાસ્ડાક સાત ટકાથી પણ વધુ
ઉછળ્યો હતો.
Nvidia મુખ્યાલય પહોંચવા પર જેન્સન હુઆંગનું કર્મચારીઓએ જોરદાર સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ તેમનું ઉત્સાહપૂર્વક અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા ઈલોન મસ્કે લખ્યું, ‘એનવીડિયામાં હું જેટલા પણ લોકોને ઓળખું છું, તે તમામ જેન્સનને પાછા લાવવા ઈચ્છતા હતા અને તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.’ આ પહેલા પણ મસ્કે તેમની વાપસીનું સમર્થન કરતા કહ્યું હતું કે, ‘ભૂલ સુધારી લેવામાં આવી છે.’
જેન્સન હુઆંગની
વાપસી પાછળ સૌથી મોટું પરિબળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રહ્યા છે. હુઆંગના
રાજીનામા બાદ ટ્રમ્પે તેમને લિજેન્ડગણાવ્યા હતા અને વાપસીની જાહેરાત થતા જ સોશિયલ મીડિયા પર
લખ્યું કે, "અમેરિકન અર્થતંત્ર
અને કંપનીની સમૃદ્ધિ માટે દેશને જેન્સનના નેતૃત્વની જરૂર છે."
સ્વતંત્ર સમિતિ તપાસ ચાલુ રાખશે
જો કે હુઆંગના પરત
ફરવાનો અર્થ એવો નથી કે ફોરીન ઇન્ટેલિજન્સની તપાસ પૂરી થઈ ગઈ છે. એનવિડિયાએ
જણાવ્યું હતું કે હુઆંગને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તેની તપાસ કરવા માટે સ્વતંત્ર
સમિતિ રચવામાં આવી છે. આ સમિતિ કોઈ તારણ પર પહોંચાય નહીં ત્યાં સુધી તેની તપાસ
જારી રાખશે. સમિતિએ સમગ્ર પ્રક્રિયામાં મદદ કરવા સ્વતંત્ર વકીલની નિમણૂક કરી છે.
કંપનીએ અલગ નેશનલ સિક્યોરિટી એન્ડ એક્સ્પોર્ટ કમિટીની રચના કરી છે, આ સમિતિ સ્વતંત્ર ડિરેક્ટરોની બનેલી છે. આ
સમિતિ ટ્રેડ કોમ્પ્લાયન્સ અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા જોખમો પર ચાંપતી નજર
રાખશે.