400 વર્ષ જૂના પેન્ડન્ટને લઈને સૈફ-કરીના પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીનાએ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કર્યા બાદ શરૂ થયો વિવાદ, કરીનાના લગ્નનો પોષાક પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર, સૈફની લવ આજ કલમાં શીખ સમુદાયે આપત્તિ દર્શાવી હતી, કરીનાની ફિલ્મ કુરબાનના પોસ્ટરને લઈને વિવાદ થયો હતો.
કરીના કપૂર એક વિવાદમાં સપડાઈ છે. ભોપાલના રજવાડાની વિરાસત
સાથે જોડાયેલુ આયતુલ કુર્સી લખેલુ પેન્ડન્ટ પહેરવા બદલ કાનૂની નોટિસ મોકલવામાં આવી
છે. સૈફ-કરીના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. કરીનાના એક લુકને
લઈને સમગ્ર વિવાદ સર્જાયો છે. કરીના કપૂર ખાને ભોપાલના નવાબ હમીદુલ્લાહ ખાનની 200 વર્ષ જૂની હીરાજડિત કલગી પણ પહેરી
હતી. આ પહેલાં પણ કરીનાએ પોતાના લગ્નમાં 1939માં બેગમ સાજિદા સુલતાને તેમના
લગ્નમાં પહેરેલો પોશાક પહેર્યો હતો.
બંને અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યા છે.
સૈફ-કરીના પાસે આ વિવાદ બદલ માફીના માંગણી કરવામાં આવી છે, જ્યારે કેટલાક લોકો તેમના સમર્થનમાં પણ આવ્યા છે. જો કે, કરીના અથવા સૈફ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપો લાગ્યા હોય તેવો આ પહેલો કેસ નથી. બંને ક્યારેક શીખ સમુદાય તો ક્યારેક ક્રિશ્ચિયન સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપોનો સામનો કરી ચૂક્યા છે. આ ઉપરાંત, દંપતીને તેમના લગ્ન અને પુત્રનું નામ તૈમૂર રાખવા બદલ પણ ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

દિવાળી અવસરે પોસ્ટ કરેલી તસ્વીરો વિવાદનું કેન્દ્ર બની
કરીના કપૂરે દિવાળી 2026ના અવસરે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી. તેમાં તે ડિઝાઇનર પુનીત બલાણાના ચાંદીના વર્કવાળો બેજ રંગનો કાફ્તાન અને મેચિંગ પાઘડી પહેરેલી જોવા મળી હતી. જોકે, તેમના લુકમાં સૌથી વધુ ચર્ચા જ્વેલરીની થઈ હતી. કરીનાએ ગળામાં 30 કેરેટનું નીલમ પહેર્યું હતું, જેના પર કુરાનની આયત-ઉલ-કુરસી કોતરવામાં આવી છે. આ પેન્ડન્ટ ભોપાલની બેગમની પેઢી દર પેઢી ચાલતી આવેલી વારસાગત મિલકત હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, તેમણે માથા પર આશરે 200 વર્ષ જૂની હીરાની કલગી પણ પહેરી હતી, જે ભોપાલના નવાબ પરિવાર સાથે સંકળાયેલી છે.

મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતાએ મોકલી કાનૂની નોટિસ
11 નવેમ્બર 2026ના રોજ મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા અબ્બાસ
હફીઝે કરીના કપૂર અને તેમની સ્ટાઇલિસ્ટ રિયા કપૂરને કાનૂની નોટિસ મોકલી. તેમનું
કહેવું છે કે પેન્ડન્ટ પર કુરાનની આયત લખેલી છે, તેથી તેને પહેરવાની અને જાહેરમાં પ્રદર્શિત કરવાની રીત
ધાર્મિક મર્યાદા અનુસાર હોવી જોઈએ.નોટિસમાં સોશિયલ
મીડિયા પરથી તસવીરો અને વીડિયો હટાવવા, જાહેરમાં માફી માંગવા અને ભવિષ્યમાં આવી રજૂઆતથી બચવાની માંગ કરવામાં આવી છે.
હફીઝે કહ્યું કે તેમને કરીનાના કપડાં કે સામાન્ય રીતે જ્વેલરી પહેરવા સામે કોઈ
વાંધો નથી, પરંતુ પવિત્ર આયતને
જે રીતે દર્શાવવામાં આવી છે, તેના પર સવાલ છે. આ
સમગ્ર વિવાદ વચ્ચે હવે હિન્દુ ઉત્સવ સમિતિ અને સંસ્કૃતિ બચાવો મંચ કરીનાના
સમર્થનમાં આગળ આવ્યા છે.
હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ કરીનાની તરફેણમાં
હિન્દુ ઉત્સવ
સમિતિના અધ્યક્ષ ચંદ્રશેખર તિવારીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, 'કરીનાએ આ બાબતે કોઈની પાસે માફી માંગવાની જરૂર
નથી. લોકેટ ગળામાં પહેરવા માટે હોય છે અને જો તેના પર કુરાનની આયત લખેલી હોય,
તો પણ કરીના તેને કોઈ એવી જગ્યાએ નહીં પેહરે કે
જ્યાં તેનું અપમાન થાય. કરીના ભોપાલના પૂર્વ શાહી પરિવારની વહુ છે, તેથી પોતાના સાસુના પરિવાર સાથે જોડાયેલી
વારસાની ચીજવસ્તુઓ પહેરવી એ એક સ્વાભાવિક બાબત છે.' હિન્દુ સંગઠનોના આ સમર્થનને કારણે આ મુદ્દો વધુ ચર્ચામાં
આવ્યો છે.