કોલકત્તામાં દુર્ગા પંડાલમાં નાસભાગ થતા 18 વ્યકિતઓના મોત નીપજ્યા, 25 ઈજાગ્રસ્ત
કોલકત્તામાં દુર્ગા પંડાલમાં નાસભાગની દુર્ઘટનામાં 17 લોકોનાં મોત, 25થી વધુ ઘાયલ. PM મોદીએ મૃતકોના પરિવારને ₹2 લાખ અને ઘાયલોને ₹50 હજારની સહાય જાહેર કરી.
PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકના પરિવારને 2 લાખ સહાય જાહેર કરી
કોલકત્તા :- ઉત્તર કોલકત્તામાં ચોરબાગાન પંડાલમાં મોટી સંખ્યામાં નવરાત્રિની સાતમના દર્શન કરવા ભાવિકો પહોંચ્યા હતા ત્યારે ભારે વરસાદ અમે ભીડ બેકાબૂ બનતા અફરા તફરી મચી હતી. જેના કારણે લોકોએ ભાગદોડ કરતા પંડાલમાં 17 જેટલા વ્યકિતઓનું મોત નિપજ્યું છે. 25થી વધુ વ્યકિતઓને ગંભીર ઇજાઓ પહોચતા સ્થાનિક પોલીસની ટીમે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે PM નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. મહત્વનું છે કે, પોલીસ સમગ્ર પંડાલ અને વિસ્તાર પોતાના તાબા હેઠળ લીધા બાદ ચોક્કસ મોતનો અને ઇજગ્રસ્તોનો આંકડો સ્પષ્ટ થશે.