કુલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ અથડામણમાં ઠાર, અન્ય 2 આતંકવાદીઓના પણ મોત
જમ્મુ કશ્મીરમાં જવાનોને મોટી સફળતા, કુલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ લતિફ ભટ ઠાર, 11 નવેમ્બરે સેનાના જવાનો પર કર્યો હતો હુમલો
જમ્મુ કશ્મીરના કુલગામમાં સેનાના જવાનોએ મોટું એન્કાઉન્ટર કર્યુ છે અને સફળતા મેળવી છે. સુરક્ષા દળના જવાનોએ અથડામણ દરમિયાન કુલગામ હુમલાના માસ્ટરમાઈન્ડનું ઢીમ ઢાળી દીધુ છે. આ સાથે જ બે આતંકવાદીઓને પણ ઠાર કર્યા છે. લશ્કરના આતંકવાદી કમાન્ડર લતીફ ભટ્ટને સુરક્ષા દળના જવાનોએ ઠાર કર્યો છે, સાથે જ તેનો એક સાથીદાર પણ મોતને ભેટ્યો છે. કુલગામમાં સુરક્ષા દળના જવાનોએ રવિવારથી જ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ. સુરક્ષા દળના જવાનો કુલગામમાં CRPF ના જવાનો પર 30 રાઉન્ડ ફાયરિંગ કરનાર આતંકવાદીઓને શોધી રહ્યા હતા.
11 નવેમ્બરે CRPF
ના જવાનો પર
આતંકવાદીઓએ 30 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ, આ હુમલા પછી આરોપીઓ ફરાર થઈ ગયા હતા હુમલામાં
CRPF ના ત્રણ જવાનો પણ ઘાયલ થયા
હતા. ફરાર હુમલાખોરોને શોધવા CRPF ના જવાનોએ સર્ચ
અભિયાન હાથ ધર્યુ હતુ. કુલગામના લારૂ વિસ્તારમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન
હાથ ધર્યુ હતુ. આ એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો આતંકવાદી લશ્કર-એ-તૈયબાનો એકમાત્ર
જીવિત બચેલો કમાન્ડર લતિફ ભટ હતો. લતિફ જવાનો પર થયેલા હુમલાનો અને ટાર્ગેટ
કિલિંગનો માસ્ટરમાઈન્ડ હતો. તેને ઠાર કરવો સેનાના જવાનો માટે મોટી સફળતા છે.
છેલ્લા ઘણા સમયથી તેને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ હતુ.
અબ્દુલ લતીફ ભટ 22 વર્ષનો હતો ત્યારે કારપેન્ટરનું કામ કરતો
હતો અને બાદમાં આતંકવાદી સંગઠનો સાથે સામેલ થઈ ગયો, માર્યો ગયેલો આતંકવાદી લતિફ આ
વર્ષે કુલગામ અને અનંતનાગમાં થયેલા શ્રેણીબદ્ધ હુમલાઓમાં સામેલ હતો અને તેમાં
અનંતનાગમાં લાલ ચોકમાં પોલીસકર્મીઓની હત્યા અને કુલગામમાં બે પરપ્રાંતિય શ્રમિકોની
હત્યામાં સમાવેશ થાય છે.
11 નવેમ્બરે નૌપોરા અખરાનમાં આતંકવાદીઓના
હુમલામાં CRPFના ત્રણ જવાનો ઘાયલ થયા હતા. ત્યારથી સુરક્ષાદળો
હુમલાખોરોની શોધમાં મોટું અભિયાન ચલાવી રહ્યા છે.આતંકવાદી હુમલાનો CCTV ફૂટેજ સોશિયલ
મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં હુમલાખોરો 15 સેકન્ડની અંદર લગભગ 30 રાઉન્ડ
ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે.ઘાયલ જવાનોની ઓળખ હેડ કોન્સ્ટેબલ સોમવીર અને
કોન્સ્ટેબલ સન્તાનો તથા રાકેશ દાસ તરીકે થઈ છે. ત્રણેય CRPFની 46મી બટાલિયનમાં
તૈનાત છે.
છેલ્લા 6 મહિનામાં
જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના 4 કમાન્ડર માર્યા
ગયા. તેમાં લતીફ ઉપરાંત જાકિર અહમદ ગનાઈ, યાસિર અને મૂસા
ઉર્ફે આસિફ ફૌજીનો સમાવેશ થાય છે.જાકિર અહમદ
ગનાઈ 8 જુલાઈ 2026ના રોજ શોપિયાંમાં માર્યો ગયો હતો, જ્યારે યાસિર 4 સપ્ટેમ્બરે
ઓપરેશન અસધર દરમિયાન અને મૂસા ઉર્ફે આસિફ ફૌજી 30 સપ્ટેમ્બરે
બડગામમાં ઓપરેશન શેરુવાલી દરમિયાન માર્યો ગયો હતો.