નેપાળના પ્રધાનમંત્રીનો ભારત પ્રવાસ, 22 અને 23 નવેમ્બરે ભારત મુલાકાત
નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહ 22 અને 23 નવેમ્બરના રોજ પોતાના પ્રથમ સત્તાવાર પ્રવાસે, 18 હજાર કરોડના આર્થિક પેકેજનો પ્રસ્તાવ મુકશે, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, વિદેશમંત્રી સાથે યોજશે દ્વિ-પક્ષીય બેઠકો,
નેપાળના વડાપ્રધાન બાલેન શાહ 22 અને 23 નવેમ્બર 2026ના રોજ પોતાના પ્રથમ સત્તાવાર પ્રવાસે ભારત આવી રહ્યા છે.
વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ ભારત યાત્રા છે, જેના પર બંને દેશોની નજર રહેશે. આ મહત્વપૂર્ણ પ્રવાસ
દરમિયાન નેપાળ તરફથી ભારત સમક્ષ આશરે 2
અબજ ડોલર એટલે
કે ₹ 18,000 કરોડના મોટા આર્થિક પેકેજનો
પ્રસ્તાવ મૂકવામાં આવશે
ભારત પ્રવાસ દરમિયાન બાલેન શાહ 23 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક
કરશે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે
પણ મુલાકાત કરશે, જેમાં
કનેક્ટિવિટી અને અટકેલા પ્રોજેક્ટ્સને આગળ વધારવા પર ચર્ચા થશે. આર્થિક સહયોગ અને પુનઃનિર્માણ: નેપાળ દ્વારા રજૂ કરાનારા ₹18,000 કરોડના આર્થિક પેકેજમાં પૂર પ્રભાવિત વિસ્તારોના
પુનઃનિર્માણ માટે આર્થિક સહાય, રાહત દરે લોન અને
મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
બીજી તરફ, નેપાળમાં
ભારતના નવા રાજદૂત સુધાકર દલેલાએ 18 નવેમ્બરના રોજ
કાઠમંડુના સિંહદરબાર ખાતે વડાપ્રધાન બાલેન શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન PM બાલેન શાહે નેપાળમાં રસુવા-ભોટેકોશી પૂર બાદ ભારત સરકાર
દ્વારા અપાયેલી મદદ બદલ આભાર માન્યો હતો અને પોતાના આગામી ભારત પ્રવાસની તૈયારીઓ
અંગે સમીક્ષા કરી હતી.
આ મુલાકાતમાં હવાઈ જોડાણનો મુદ્દો પણ મહત્ત્વનો બની શકે છે.
નેપાળ ભારતના હવાઈ ક્ષેત્રમાંથી વધુ પ્રવેશ માર્ગો મેળવવા માગે છે, જેથી તેના આંતરરાષ્ટ્રીય હવાઈમથકો માટે સીધી ઉડાન વ્યવસ્થા
અને પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે. ખાસ કરીને મહેન્દ્રનગર અને ભૈરહવા તરફથી
વધારાના હવાઈ માર્ગો અંગે નેપાળ લાંબા સમયથી ભારત સમક્ષ રજૂઆત કરતું આવ્યું છે. આ
ઉપરાંત સરહદપાર LPG પાઇપલાઇનના
નિર્માણ, હાલની પેટ્રોલિયમ
પાઇપલાઇનના વિસ્તરણ અને માર્ગ-રેલવે નેટવર્કના વિકાસ અંગે પણ ચર્ચા થવાની અપેક્ષા
છે. બંને દેશો વચ્ચે ઊર્જા અને પરિવહન ક્ષેત્રે સહયોગ વધે તો નેપાળને ઈંધણની
ઉપલબ્ધતા અને વેપાર વ્યવહારોમાં સુવિધા મળી શકે છે. જોકે, આ મુદ્દાઓ પર કોઈ અંતિમ કરારને લઈ પુષ્ટિ કરવામાં આવી નથી.