ફિલિપાઈન્સમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને લઈ વિરોધ પ્રદર્શન
મિડલ ઈસ્ટમાં અમેરિકા-ઈરાન યુદ્ધને લઈ લોકોમાં રોષ, ઈંધણની કિંમતો વધતા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઈ, ટ્રાન્સપોર્ટ સેક્ટરને પડ્યો સૌથી વધારે ફટકો
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના ફિલિપાઈન્સ પ્રવાસ
પહેલા ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં સખત વિરોધ જોવા મળી રહ્યો છે. મનિલામાં
સ્થાનિક લોકો ટ્રમ્પનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા છે.વિરોધ પ્રદર્શનોમાં ટ્રાન્સપોર્ટર, શ્રમિક સંગઠન, વિદ્યાર્થીઓ
અના સામાજિક કાર્યકર્તાઓ સામેલ છે. પ્રદર્શનકારીઓએ ટ્રમ્પનું પૂતળુ સળગાવ્યુ હતુ
અને અમેરિકાની નીતિઓ સામે નારેબાજી પણ લગાવી. પોલીસે પ્રદર્શન કરી રહેલા 300 ની
ધરપકડ કરી. તો બીજી તરફ, આયોજકોનો દાવો છે કે હજુ પણ લાખો લોકો ટ્રમ્પની
વિરૂદ્ધમાં રસ્તા પર ઉતરી શકે છે. ટ્રમ્પ આસિયાન સમિટમાં ભાગ લેવા માટે મનિલા જઈ
રહ્યા છે, તેઓ રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ માર્કોસ જૂનિયર સાથે પણ મુલાકાત કરવાના છે.
ફિલિપાઈન્સના મનિલામાં ટ્રમ્પ સામે વિરોધ એ મિડલ ઈસ્ટમાં
ઈરાન-અમેરિકા યુદ્ધ સૌથી મોટું કારણ છે, ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે વિશ્વના ઘણા
દેશોમાં આર્થિક અસ્થિરતા આવીને ઉભી છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ઈરાન-અમેરિકા
યુદ્ધના કારણે તેલની કિંમતોમાં અસાધારણ વધારો થયો છે, જેના કારણે મોંઘવારી વધી છે.
ફિલિપાઈન્સમાં પણ પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં વધારો થયો છે, જેની અસર જીવન
જરૂરિયાતની અન્ય વસ્તુઓ પર પડી છે. ટ્રાન્સપોર્ટ સેક્ટર ફિલિપાઈન્સમાં સૌથી વધુ
પ્રભાવિત થયુ છે. ટ્રક ડ્રાઈવરો અને ટૂર ઓપરેટર્સની મુશ્કેલીઓ વધી છે. ટ્રાન્સપોર્ટ
સંગઠને અગાઉથી જ બે દિવસ હડતાલનું એલાન કર્યુ હતુ. સંગઠને જણાવ્યુ કે ટ્રમ્પની
હાજરી દરમિયાન જ તેઓ વિરોધ કરશે.
ફિલિપાઈન્સમાં ટ્રાન્સપોર્ટ સેક્ટર સાથે જોડાયેલુ સંગઠન
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની નીતિઓને તેલની કિંમતોમાં વધારાનું કારણ માને
છે. ટ્રાન્સપોર્ટ સંગઠનના અધ્યક્ષે જણાવ્યુ કે વિરોધ કરવાનો આશય ટ્રમ્પની નીતિઓ
સામે અવાજ ઉઠાવવાનો છે. સાર્વજનિક પરિવહન સાથે જોડાયેલા લોકોના રોજિંદા જીવન પર
યુદ્ધ અને તેના કારણે વધેલી તેલની કિંમતોએ ખરાબ અસર કરી છે તે દર્શાવવાનો તેમનો
ઉદ્દેશ્ય છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધનો આર્થિક બોજ મધ્યમ વર્ગ અને કારીગરો પર પડ્યો
છે.
ટ્રમ્પના વિરોધનું બીજુ મોટુ કારણ અમેરિકાની Pax Silica પહેલ છે. આ AI ટેક્નોલોજી,
સેમીકંડક્ટર અને ખનીજોની સપ્લાય ચેન મજબૂત કરવા માટે અમેરિકાની આગેવાનીમાં શરૂ
કરાયેલી પહેલ છે. તેનો ઉદ્દેશ્ય ચિપ અને AI સાથે જોડાયેલ
સંસાધનો માટે ચીન જેવા દેશ પર નિર્ભરતા ઓછી કરવાનું છે.
ટ્રમ્પના આગમન પહેલા મનિલામાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં
300થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓમાં 20 સગીરો પણ સામેલ છે.
પ્રદર્શનકારીઓની માંગ છે કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો માટે તેમને મુક્ત કરવામાં
આવે, બીજી તરફ માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઈન્ટરનેશનલ ફિલિપાઈન્સે ધરપકડ કરાયેલા
લોકોની તપાસ કરવાની માંગ કરી છે.