મનિલામાં ક્વાડ બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની ફિલિપાઈન્સના મનિલામાં મુલાકાત થઈ. QUAD ના મંચ પરથી અમેરિકી રાષ્ટ્રપતિએ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા. ડૉનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને ટફ માણસ ગણાવ્યા. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીએકવાર એકસાથે જોવા મળ્યા અને બન્ને નેતાઓએ એક જ મંચ શેર કર્યો હતો.
QUAD બેઠકમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉષ્માભર્યા સંબંધો જોવા
મળ્યા. ક્વાડ બેઠક દરમિયાન ફોટો સેશન વખતે ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી તરફ ઇશારો
કરતાં તેમને 'ખૂબ જ મજબૂત વ્યક્તિ' અને દુનિયાભરમાં સન્માનિત 'મહાન નેતા' ગણાવીને તેમના વખાણ
કર્યા હતા. ટ્રમ્પે ક્વાડ દેશો સાથે મજબૂત સંબંધ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ક્વાડ દેશોની
બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત માટે ક્વાડ એક વિશ્વસનીય ભાગીદારી છે.
તેમણે કહ્યું,સમુદ્રની સુરક્ષા,
સામાનની સપ્લાય જાળવી રાખવા, નવી ટેક્નોલોજી અને આફતના સમયે મદદ પહોંચાડવા
જેવા મુદ્દાઓ પર ક્વાડ સાથે મળીને કામ કરી રહ્યું છે. અમારો પ્રયાસ છે કે આ તમામ
બાબતોમાં ચારેય દેશો સાથે મળીને વિશ્વસનીય ઉકેલ શોધે.
QUAD બેઠકમાં ભારત,
અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાજનેતાઓ એકમંચ પર જોવા મળ્યા હતા. બેઠક યોજાઈ
ગયા બાદ નેતાઓએ પરંપરાગત ફેમિલી ફોટો પણ ક્લિક કરાવ્યો હતો. ટ્રમ્પે મંગળવારે ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં ક્વાડ
દેશોના નેતાઓ સાથે હાઈલેવલ બેઠક કરી. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જાપાનના પ્રધાનમંત્રી સાનેએ તાકાઈચી અને
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝ સામેલ થયા.બેઠકમાં ચારેય દેશોના નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ
પર ચર્ચા કરી. આ બેઠક આસિયાન સમિટ દરમિયાન યોજાઈ હતી. તેનો હેતુ હિન્દ-પ્રશાંત
ક્ષેત્ર સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચારેય દેશો વચ્ચે વાતચીત અને સહયોગને આગળ
વધારવાનો હતો. આ બેઠક દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સુપર ઇન્ટેલિજન્સ AI અંગે પણ ટિપ્પણી કરી હતી, અને ટ્રમ્પે જણાવ્યું કે તેઓ 'સુપર ઇન્ટેલિજન્સ' એટલે કે AIને મહત્ત્વ આપે છે, પરંતુ તેની સાથે જ તેના વિશે સાવચેત રહેવા માંગે છે.
ચીન સાથેના મતભેદો
અંગે પૂછવામાં આવેલા સવાલ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે,
'આ મતભેદોને ખૂબ જ સારી રીતે સંભાળવામાં આવ્યા
છે. અને ચીને પણ સંભાળ્યા છે. જેમાં બન્ને દેશોના અલગ અલગ મંતવ્યો છે.' અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં હવે પહેલાં કરતાં વધુ રેયર
અર્થનું ઉત્પાદન અને પ્રોસેસિંગ થઈ રહ્યું છે. આગામી 10 મહિનામાં અમેરિકા આ મામલે ચીનની બરાબરી કરી લેશે. તેમણે કહ્યું કે ત્યારે અમેરિકા પાસે પોતાની
જરૂરિયાતની તમામ વસ્તુઓ હશે. જાપાન અને ભારત પણ રેર અર્થના ઉત્પાદન અને
પ્રોસેસિંગને વધારવા માટે કામ કરી રહ્યાં છે.
ઈરાન તરફથી અમેરિકા
પર હુમલા સાથે જોડાયેલા સવાલ પર ટ્રમ્પે કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો
ઈરાન તરફથી આવો કોઈ ખતરો છે, તો તેણે તેની ભારે
કિંમત ચૂકવવી પડશે.જો આવો કોઈ ખતરો છે,
તો તેમણે એવી કિંમત ચૂકવવી પડશે, જેવી આજ સુધી કોઈ દેશે ચૂકવી નહીં હોય. મને આશા
છે કે આવું નથી, પરંતુ અમે આ
મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે ઈરાન પાગલ દેશ છે. આ જ
કારણે તેને પરમાણુ હથિયારો મેળવવા નહીં દઈએ.
ક્વાડ દેશોની બેઠક
દરમિયાન ટ્રમ્પે ભારત, જાપાન અને
ઓસ્ટ્રેલિયા સાથે ક્રિટિકલ મિનરલ્સને લઈને અનેક મહત્વપૂર્ણ કરારોની જાહેરાત કરી.ટ્રમ્પે કહ્યું કે આ કરારોનો હેતુ ચારેય દેશોની
સપ્લાય ચેનને સુરક્ષિત કરવો અને કોઈ એક વિદેશી સપ્લાયર પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
તેનાથી કોઈ એક દેશને અન્ય દેશો પર આર્થિક દબાણ બનાવવાની તક મળશે નહીં.તેમણે કહ્યું કે આ કરારો ચારેય દેશોની તાકાત
વધારશે અને તેમની સુરક્ષા મજબૂત કરશે.
રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત પર ડૉનાલ્ડ
ટ્રમ્પે કહ્યુ કે ખબર નથી કે મુલાકાત થઈ શકશે કે નહિ, પરંતુ જો તક મળી તો તેઓ
ચોક્કસ મળશે. પ્રધાનમંત્રી મોદીએ ક્વાડ 2027 સમિટ મુંબઈમાં યોજાશે તેવી જાહેરાત
કરી છે. મુંબઈમાં પ્રથમ ક્વાડ બિઝનેસ લીડર્સ ફોરમની બેઠક યોજાશે. આ ફોરમમાં
ઉદ્યોગપતિઓ, નિષ્ણાંતો અને સરકારી અધિકારીઓ સામેલ થશે.