2027 વિધાનસભા ચૂંટણી માટે પંજાબમાં ભાજપ-શિરોમણી અકાલીદળ થયા એક
પંજાબમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાશે, 6 વર્ષ બાદ એક થયા ભાજપ-અકાલી દળ, 2027ની ચૂંટણી એકસાથે લડવાની જાહેરાત, ગુરૂ નાનક જયંતિના અવસરે ગઠબંધનનો નિર્ણય, અકાલી દળ ફરી NDA માં સામેલ.
2027માં વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબના રાજકારણમાં નવા અને
મહત્વના મોટા સમીકરણો રચાયા છે. જેને લઈ હવે ચૂંટણીમાં નવો જ ગરમાવો જોવા મળશે.
ભારતીય જનતા પાર્ટી અને શિરોમણી અકાળી દળે આગામી 2027ની વિધાનસભા ચૂંટણી એક થઈને
લડવાનો નિર્ણય લીધો છે અને આ માટે સત્તાવાર જાહેરાત કરી છે. 6 વર્ષના લાંબા અંતરાલ
બાદ બંને પક્ષો એકસાથે આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગઠબંધનની ઘોષણા કરી
ગઠબંધનની સત્તાવાર
ઘોષણા કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે બધાને ગુરુ
પર્વની શુભેચ્છાઓ. અમારા રાષ્ટ્રીય સાહેબના નેતૃત્વમાં આજે હમણાં જ એક બેઠક થઈ છે
અને તેમાં અકાલી દળ અને ભાજપના મુખ્ય નેતાઓએ બેસીને એક નિર્ણય લીધો છે કે આગામી
પંજાબ વિધાનસભાની ચૂંટણી ભાજપ અને અકાલી દળ બંને મળીને લડશે અને આજથી અકાલી દળ NDA
ના સાથી તરીકે રાજકારણમાં કામ કરશે.
વિધાનસભા ચૂંટણી ભાજપ-અકાલીદળ એક થઈ લડશે
આજે દિલ્હીમાં ભાજપ
મુખ્યાલય ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને અકાલી દળના
અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે શિરોમણિ અકાલી દળના ફરીથી NDAમાં સામેલ થવાની જાહેરાત કરી હતી. આગામી વર્ષે યોજાનારી
પંજાબ વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી પર હાલ વાતચીત ચાલી
રહી છે.
ભારતીય જનતા
પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પણ સુખબીર સિંહ બાદલ અને તેમની પાર્ટીના
સભ્યોનું NDA ગઠબંધનમાં સ્વાગત
કર્યું હતું. નીતિન નવીને કહ્યું કે, આજે કારતક પૂર્ણિમા પણ છે અને ગુરુ પર્વની પણ તમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું
છું. આજે ખૂબ જ પાવન દિવસ છે અને આજે પંજાબ હિતમાં ખૂબ મોટો નિર્ણય થઈ રહ્યો છે.
હું સુખબીર સિંહ બાદલજીને અને તેમની પાર્ટીના સભ્યોને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.
તમારું NDA ગઠબંધનમાં સામેલ
થવું, આપણા સૌની તાકાતને વધારશે.