સાઈબેરિયામાં રશિયાનું આર્મી પ્લેન ક્રેશ થતા સવાર તમામ 17ના મોત
રશિયાના કેમેરોવમાં રશિયન આર્મીનું AN-12 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. ઉડાન દરમિયાન હવામાં જ આગ લાગી ગઈ, જમીન સાથે ટક્કર થતા ભયાનક વિસ્ફોટ થયો, સવાર તમામ 17 એ જીવ ગુમાવ્યો, દુર્ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ
રશિયાના કેમેરોવો પ્રાંતમાં AN-12 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. જેમાં સવાર તમામ 17 લોકોના
ઘટનાસ્થળે જ મોત થયા છે. રશિયાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જાણવા મળ્યુ છે કે
આ એક પરિવહન વિમાન હતુ અને વિમાન કઈ રીતે દુર્ઘટનાગ્રસ્ત થયુ તે હજુ સુધી સ્પષ્ટ
થયુ નથી. કેમેરોવો વિસ્તારના ગવર્નર ઈલ્યા સેરેદ્યુકે યાગુનોવો ગામ પાસે વિમાન
દુર્ઘટનાગ્રસ્ત થયાની પુષ્ટિ કરી છે.
હવામાં જ વિમાનમાં આગ લાગી ગઈ
પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે,
ઉડાન દરમિયાન વિમાનમાં હવામાં જ આગ લાગી ગઈ હતી જેના કારણે વિમાન ઝડપથી નીચે પડવા
લાગ્યુ હતુ અને જમીન સાથે ટકરાતા જ તેમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. અકસ્માત એટલો
ભયાનક હતો કે વિમાનમાં સવાર કોઈને પણ બચવાનો મોકો મળી શક્યો નહી.
AN-12 સૈન્ય માલવાહક વિમાન છે અને 1970 ના દાયકામાં પ્રોડ્કશન બંધ થઈ ગયુ હતુ
અહેવાલોમાં દાવો
કરવામાં આવી રહ્યો છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાન An-12 છે, જે એક સૈન્ય
માલવાહક વિમાન છે. તેને સોવિયેત યુનિયનના સમયમાં યુક્રેનની એન્ટોનોવ કંપનીએ
બનાવ્યું હતું.આ વિમાનનો ઉપયોગ
સેનાના જવાનો, હથિયારો, દારૂગોળો અને અન્ય જરૂરી સામાનને એક જગ્યાએથી
બીજી જગ્યાએ પહોંચાડવા માટે કરવામાં આવે છે.
પાયલટે રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો, જેથી જાનમાલને ઓછુ નુકસાન થાય
કેમેરોવો વિસ્તારના
ગવર્નર ઈલ્યા સેરેડ્યુકે સ્થાનિક સમય અનુસાર રાત્રે અંદાજે 9:30 વાગ્યે આ
દુર્ઘટનાની જાણકારી આપી હતી. વિમાનમાં આગ લાગી ગઈ હતી અને ક્રૂએ અંતિમ સમય સુધી
સળગતા વિમાનને રહેણાંક ઈમારતોથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો, જેથી જમીન પર જાન-માલનું નુકસાન ન થાય. આ વિમાન સાઇબેરિયાના
નોવોસિબિર્સ્કથી ક્રાસ્નોયાર્સ્ક ક્રાઈના કાંસ્ક જઈ રહ્યુ હતુ.
રશિયાના AN-12 વિમાનોમાં ચાર એન્જિન હોય છે અને તે 670
કિલોમીટરની ઝડપે હવામાં ઉડી શકે છે આ વિમાનો લશ્કરી વાહનો, હથિયારો અને અન્ય
ઉપકરણો સાથે 90 સૈનિકો લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રકારના વિમાનોનું ઉત્પાદન
1970 ના દાયકાની શરૂઆતમાં બંધ થઈ ગયુ હતુ પરંતુ તેના ઘણા વિમાનો લાંબા સમય સુધી
અલગ અલગ દેશોની વાયુસેના અને માલવાહક સેવાઓમાં ઉપયોગમાં લેવાતા રહ્યા.