પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિક SCO સમિટમાં ભાગ લેવા ભારત આવશે
પાકિસ્તાનના કોઈ મંત્રી ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ભારત મુલાકાતે આવી રહ્યા છે. પાકિસ્તાનના ક્લાઈમેટ મંત્રી મુસાદિક મસૂદ મલિક નવી દિલ્હીમાં યોજાવા જઈ રહેલ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સિવિલાઈઝેશનલ ડાયલોગમાં ભાગ લેવા માટે ભારત આવશે.
અગાઉ મે, 2023માં પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ભારત પ્રવાસે આવ્યા હતા. તે સમયે પણ SCO વિદેશ મંત્રીની બેઠક માટે ગોવા આવ્યા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ક્લાઈમેટ મંત્રી મુસાદિક મસૂદ મલિકના આ પ્રવાસની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન સરકારે ફેડરલ મિનિસ્ટર ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ એન્વાયર્નમેન્ટલ કોઓર્ડિનેશન ડૉ. મુસાદિક મસૂદ મલિકને નવી દિલ્હીમાં યોજાનાર SCO સિવિલાઈઝેશનલ ડાયલોગમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે નોમિનેટ કર્યા છે. આ ઈવેન્ટ 20થી 22 નવેમ્બર 2026 સુધી યોજાશે. આ કાર્યક્રમમાં SCO સભ્ય દેશોના પ્રતિનિધિઓ એક સાથે એકત્ર થશે, અને સિવિલાઈઝેશનલ ડાયલોગ તથા સાંસ્કૃતિક સમજણ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક્સ પર આગળ લખ્યું કે પાકિસ્તાન સરકાર પરસ્પર સન્માનની ભાવના સાથે SCO ફ્રેમવર્ક હેઠળ સભ્યતાઓ વચ્ચેના સંવાદ અને લોકોના પરસ્પર સંપર્કને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

ભારતે SCOના તમામ 10 સભ્ય દેશોને સભ્યતા સંવાદ કાર્યક્રમમાં સામેલ થવા માટે
આમંત્રણ આપ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું હતું કે ભારત
આ કાર્યક્રમમાં તમામ સભ્ય દેશોની યજમાની કરવા માટે તૈયાર છે. નવી દિલ્હીમાં 20થી 22 નવેમ્બર
દરમિયાન યોજાનારી આ સમિટમાં વિવિધ સભ્યતાઓ અને સંસ્કૃતિઓ વચ્ચે સંવાદ તથા પરસ્પર
સંપર્ક વધારવા અંગે ચર્ચા કરવામાં આવશે.આ કાર્યક્રમની જાહેરાત રક્ષામંત્રી રાજનાથ સિંહે 20 ઑક્ટોબરે તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં કરી હતી. તે
સમયે તેઓ SCOની બેઠકમાં ભાગ લેવા
પહોંચ્યા હતા.
SCO યુરેશિયાના મોટા ભાગમાં
ફેલાયેલા દેશોનું એક રાજકીય અને સુરક્ષા સંગઠન છે, જેમાં ચીન અને
રશિયા પણ સામેલ છે. ઑર્ગેનાઇઝેશનની વેબસાઈટ મુજબ, આ પ્રાદેશિક
બ્લોકમાં હાલ 10 સભ્યો છે.