મસ્કના સ્ટારશિપની કમાલ: ઓર્બિટમાંથી પરત ફરતા રોબોટિક આર્મસે રોકેટને હવામાં જ ઝડપ્યુ
ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સની ઐતિહાસિક સિદ્ધિ,કંપનીનું 'શિપ 42' સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ 22 કલાક અંતરિક્ષમાં રહી, પૃથ્વીના 14 ચક્કર લગાવી ટેક્સાસમાં હેમખેમ પરત ફર્યું. લૉન્ચટાવરની ચોપસ્ટિક દ્વારા હવામાં સફળતાપૂર્વક પકડવામાં આવ્યુ.
ઈલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સના સૌથી શક્તિશાળી રોકેટ
‘સ્ટારશિપ 15’એ એ કરી બતાવ્યું જે આજ
સુધી કોઈ રોકેટે કર્યું ન હતું. અમેરિકન ઉદ્યોગપતિ
ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે (SpaceX) અંતરિક્ષ ક્ષેત્રે મોટો ઇતિહાસ રચ્યો છે. કંપનીનું 'શિપ 42' નામનું સ્ટારશિપ
સ્પેસક્રાફ્ટ અંતરિક્ષમાં આશરે 22 કલાક વિતાવીને અને પૃથ્વીના 14 ચક્કર લગાવીને
હેમખેમ પૃથ્વી પર પરત ફર્યું છે.
https://x.com/SpaceX/status/2121715216597827756?a=5IS2zkgVcyljwrm96iU&s=20
પૂરી રાઉન્ડ ટ્રિપ
કરીને રોકેટ પરત આવ્યુ
આ રોકેટ 14 નવેમ્બરે
સ્ટારબેઝથી ઊડ્યું, ઓર્બિટમાં ગયું, 26 સ્ટારલિંક V3 સેટેલાઈટ
ડિપ્લોય કર્યા. ધરતીના 14 ચક્કર લગાવ્યા, આશરે 22 કલાક પૃથ્વીની
કક્ષામાં રહ્યું. 15 નવેમ્બરે પરત
આવીને એ જ ટાવર પર ઉતર્યું જ્યાંથી ઊડ્યું હતું. એટલે કે 2 મોટા રોબોટિક હાથ, જેને ચોપસ્ટિક
આર્મ્સ પણ કહે છે, તેમણે આ
રોકેટને પકડી લીધું. આ એક પૂરી રાઉન્ડ ટ્રિપ છે. લોન્ચથી ઓર્બિટમાં જવું અને પરત એ
જ લોન્ચ પેડ પર આવવું. શિપનું પરત આવવું જ સૌથી મુશ્કેલ ભાગ હતો. બૂસ્ટર પહેલાં 3 વાર કેચ થઈ ચૂક્યું છે. શિપનું ઓર્બિટલ સ્પીડથી પરત આવવું, રી-એન્ટ્રી સહન કરવી, પલટવું અને
હવામાં રોકાઈને આર્મ્સમાં આવવું- આ પહેલાં ક્યારેય થયું ન હતું. આ 'સ્ટારશિપ'ની 15મી ટેસ્ટ ફ્લાઈટ હતી. આ લોન્ચ અમેરિકાના ટેક્સાસ સ્થિત
સ્ટારબેઝથી ભારતીય સમય અનુસાર શનિવારે સવારે 4:15 વાગ્યે કરવામાં આવ્યું છે.
ચોપસ્ટિકે સ્પેસક્રાફ્ટને હવામાં પકડી લીધુ
ટેક્સાસ સ્થિત સ્પેસએક્સના લૉન્ચ સેન્ટર પર પરત ફરતી વખતે
લૉન્ચ ટાવર પર લગાડવામાં આવેલી 'ચોપસ્ટિક્સ' નામની બે વિશાળકાય સ્ટેન્ડએ આ સ્પેસક્રાફ્ટને હવામાં જ
સહીસલામત પકડી લીધું હતું. અંતરિક્ષથી પરત ફરેલા સ્ટારશિપને આ પ્રકારે હવામાં
પકડવામાં સફળતા મળી હોય તેવી આ પહેલી જ ઘટના છે. આ મિશન દરમિયાન સ્પેસક્રાફ્ટે 275 કિલોમીટરની ઊંચાઈએ પહોંચીને 26 નવા સ્ટારલિંક
સેટેલાઇટ સફળતાપૂર્વક અંતરિક્ષમાં સ્થાપિત કર્યા હતા. જોકે, રોકેટના પહેલા ભાગ એટલે કે 'બૂસ્ટર'ને આ જ રીતે પકડવામાં એન્જિનની ખામીના કારણે સફળતા મળી શકી
ન હતી અને તે મેક્સિકોના અખાતમાં જઈ પડ્યું હતું. આમ છતાં, સ્ટારશિપની આ સુરક્ષિત વાપસીથી ભવિષ્યમાં અંતરિક્ષ યાત્રાનો
ખર્ચ ઘટાડવામાં મોટી મદદ મળશે.
V3 બૂસ્ટરના એન્જિન વહેલા બંધ
થતા સેલ્ફ-ડિસ્ટ્રક્શન કરાવ્યુ
આ V3 બૂસ્ટર હતું.
જૂના વર્ઝનને સ્પેસએક્સ 3 વાર પકડી
ચૂક્યું છે, પરંતુ V3ને પહેલીવાર પકડવાનો પ્રયાસ હતો. સ્પેસએક્સના કેટ ટાઈસે
જણાવ્યું- પરત આવતી વખતે બૂસ્ટરના એન્જિન ખૂબ વહેલા બંધ થઈ ગયા. બૂસ્ટરની ગાઈડન્સ
સિસ્ટમને લાગ્યું કે, તે યોગ્ય
સ્થિતિમાં નથી, તેથી તેણે પોતાની જાતે જ
પાણી તરફ ડાયવર્ઝન અને સેલ્ફ-ડિસ્ટ્રક્શન શરૂ કરી દીધું.